શોધખોળ કરો
MS Dhoni ધોનીએ લદ્દાખમાં લહેરાવ્યો તિરંગો, સેનાના અધિકારીઓએ અનોખી રીતે કર્યું સ્વાગત, જુઓ VIDEO
હાલમાં ધોનીનાં આ વાતચીત અને સ્વાગતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
નવી દિલ્હીઃ એમએસ ધોની ક્રિકેટથી દૂર જમ્મુ કાશ્મીરમાં સેનાની સાથે છે. તેણે ક્રિકેટમાંથી થોડા સમય માટે આરામ લીધો છે અને સેના સાથે જોડાયા છે. જ્યાં તે અન્ય સૈનિકોની જેમ જ ડ્યૂટી અને અન્ય કામ કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે ધોની લદ્દાખ પહોંચ્યા હતા. તેનું લદ્દાખમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોની લદ્દાખ પહોંચતાય જ સેનાના અધિકારીઓએ તેને સેલ્યૂટ કરી અને તેની સાથે વાતચીત કરી હતી.
હાલમાં ધોનીનાં આ વાતચીત અને સ્વાગતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લેફ્ટિનેન્ટ કર્નલ ધોની સેનાની વર્દીમાં જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પૂર્વે ધોની લદ્દાખ પહોંચ્યો અને આર્મી જનરલ હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં તેણે દર્દીઓની મુલાકાત લીધી. ધોનીને 2011માં લેફ્ટિનેન્ટ કર્નલની માનદ પદ મળ્યું હતું. તે ક્વોલિફાઇડ પેરાટ્રોપર પણ છે અને પાંચ પેરાશૂટ ટ્રેનિંગ જમ્પ પણ કરી ચૂક્યો છે.
Indian cricketer MS Dhoni is in #Ladakh to celebrate Independence Day He visited Army General Hospital and interacted with the patients. #Dhoni is in honorary rank of lieutenant colonel in Territorial Army. #IndiaIndependenceDay pic.twitter.com/gRTDkJqUz1
— Dr.Dheeraj Singh Veeru (@DrDheeraj11) August 14, 2019
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધોની લદ્દાખમાં તિરંગો ફરકાવ્યા પછી સિયાચીન ગ્લેશિયર ગયો હતો. ધોની સિયાચીન બોર્ડરની મુશ્કેલ પરિસ્થિતિઓ અનુભવવા માંગતો હતો. કાશ્મીરમાં સેના સાથે ટ્રેનિંગ કરી રહેલા મહેન્દ્રસિંહ ધોનીએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે લદ્દાખમાં તિરંગો ફરકાવ્યો હતો..@msdhoni spending time with our Jawans at Army Hospital earlier today!💙#IndianArmy #MSDhoni #Dhoni pic.twitter.com/v1YIzDhWkv
— MS Dhoni Fans Official (@msdfansofficial) August 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement