શોધખોળ કરો
Advertisement
ક્રિકેટરમાંથી રાજનેતા બની ગયો ધોની? ઝભ્ભો-લેંઘો અને ટોપી પહેરેલી તસવીર આવી સામે.....
વર્લ્ડકપ ફાઇનલમાં હાર બાદ પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન ધોની ક્રિકેટની દુનિયાથી હાલ દુર થઇ ગયો છે. જોકે, રિટાયર નથી થયો પણ બે મહિનાના આરામ પર છે
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની એક એવુ નામ છે જે કંઇપણ કરી શકે છે. કંઇકને કંઇક કરીને પોતાના ચાહકોને નવી નવી ગિફ્ટો આપી રહ્યો છે. તાજેતરમાંજ આર્મીમાં જોડાઇને ટ્રેનિંગ લીધી ને આર્મી મેન બની ગયો. હવે રાજનીતિનો પોશાક પહેરીને રાજનેતા બની ગયો છે. હાલમાં તેની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તે રાજનેતાના લૂકમાં જોવા મળી રહ્યો છે.
ખાસ વાત છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી પોતાની આર્મી ટ્રેનિંગ પુરી કરીને આવેલો ધોની હાલ એક એડના શૂટિંગમાં વ્યસ્ત છે. મુંબઇમાં તે એક એડના શૂટિંગ દરમિયાન એક નેતાના અવતારમાં દેખાયો હતો, ધોનીએ કુર્તો અને ટોપી પહેરી હતી, આ તસવીર જેવી વાયરલ થઇ એવી જ ધોનીના રાજકારણમાં આવવાની વાતો શરૂ થઇ ગઇ હતી. ફેન્સ ટ્વીટર પર ધોનીની તસવીર રિએક્શન પણ આપી રહ્યાં છે.
ધોનીએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું, 'જહાં જનતા, વહાં હમ.', આ ઉપરાંત તાજેતરમાં જ ધોની પોતાની પર્સનલ હેયરસ્ટાઇલિસ્ટ સપના સાથે નવો લૂક આપતા દેખાયો હતો.
નોંધનીય છે કે, વર્લ્ડકપ ફાઇનલમાં હાર બાદ પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન ધોની ક્રિકેટની દુનિયાથી હાલ દુર થઇ ગયો છે. જોકે, રિટાયર નથી થયો પણ બે મહિનાના આરામ પર છે, 37 વર્ષીય ક્રિકેટર ટુંકસમયમાં ક્રિકેટના મેદાન પર વાપસી કરી શકે છે.Jaha Janta, Waha hum 🤣😂@msdhoni donning new avatar for a shoot in Mumbai!❤#MSDhoni #Dhoni #ShootDiary pic.twitter.com/VMv0CPOO4d
— MS Dhoni Fans Official (@msdfansofficial) August 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement