શોધખોળ કરો
Advertisement
ધોનીની કારકિર્દીને લઈને એમએસકે પ્રસાદે કર્યો મોટો ખુલાસો, કહ્યું- હાલમાં નિવૃત્તિ વિશે કોઈ....
એમએસકે પ્રસાદે કહ્યું હતું કે ખેલાડીઓની નવી પેઢી વિશે નિર્ણય કરવો અને તેમની ઓળખ કરવી પસંદગીકર્તાનું કામ છે.
નવી દિલ્હીઃ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના સિલેક્ટર્સ કમિટીના અધ્યક્ષ એમએસકે પ્રસાદે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની કાકરિક્દી પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ધોની યોગ્ય સમય આવ્યે પોતાની કારકિર્દીનો નિર્ણય કરશે. એક વેબસાઈટ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, હજુ સુધી ધોનીએ નિવૃત્તિને લઈને કંઈ કહ્યું નથી પરંતુ તે ટૂંકમાં જ નિર્ણય લેશે. પ્રસાદે કહ્યું કે, ‘જો અમે અમારી પ્રોફેશનલ જવાબદીરને બાજુ પર રાખીએ તો પસંદગી સમિતિના સભ્યો ધોનીના મોટા ફેન છે. તેમણે બધુ જ મેળવ્યું છે, બે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, ટેસ્ટમાં નંબર 1 ટીમનું સ્ટેટસ.’
પ્રસાદે કહ્યું કે, ધોનીએ નિવૃત્તિને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. હજુ બધા વિકલ્પ ખુલ્લા છે અને ધોની જ તેના પર નિર્ણય કરશે. જોકે કોઈ તેની કારકિર્દી કે ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાન વિશે સવાલ કરી શકે નહીં. આ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે આઈપીએલ પછી જોઇશું કે ધોની ટી-20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં.
એમએસકે પ્રસાદે કહ્યું હતું કે ખેલાડીઓની નવી પેઢી વિશે નિર્ણય કરવો અને તેમની ઓળખ કરવી પસંદગીકર્તાનું કામ છે. જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીની ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ વિશે પ્રસાદે કહ્યું હતું કે તે 70 અને 80ના દશકની વિન્ડીઝની બોલિંગ કરતા પણ શાનદાર છે. તેમની સફળતાનો શ્રેય પસંદગીકારોના વર્કલોડ મેનેજમેન્ટને આપ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement