શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મુખ્ય પસંદગીકારે કયા કારણો આપીને હાર્દિક પંડ્યાને ટેસ્ટ ટીમની બહાર રાખ્યો, જાણો વિગતે
પ્રસાદે કહ્યું કે, હાર્દિક ટીમમાં નથી કેમકે જો તમે ઘરેલૂ પરિસ્થિતિઓને જોશો તો તે ફિટ નથી થઇ શકતો
નવી દિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝ રમવા જઇ રહી છે. આ માટે ગઇકાલે મુખ્ય પસંદગીકારે 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. જોકે આ ટીમમાં સૌથી ચોંકાવનારી વાત હાર્દિક પંડ્યાને ટીમની બહાર રાખવાની છે.
ચીફ સિલેક્ટર એમેસકે પ્રસાદે ટીમની જાહેરાત કર્યા બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઇને મોટો ખુલાસો કર્યો હતો. તેમને કહ્યું કે, હાર્દિક પંડ્યા ઘરેલૂ પરિસ્થિતિઓમાં ફિટ નથી બેસતો.
પ્રસાદે કહ્યું કે, હાર્દિક ટીમમાં નથી કેમકે જો તમે ઘરેલૂ પરિસ્થિતિઓને જોશો તો તે ફિટ નથી થઇ શકતો.
નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચો રમાવાની છે. જેમાં સીરીઝની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં રમાશે, બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે પૂણેમાં રમાશે અને ત્રીજી ટેસ્ટ 19 ઓક્ટોબરે રાંચીમાં રમાવવાની છે.
સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટેસ્ટ ટીમ.....
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અંજિક્યે રહાણે (ઉપ કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, શુભમન ગીલ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion