શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL: આ ટીમે પોતાના ખેલાડીઓને 4 દિવસ ક્રિકેટથી દૂર રહેવા કહ્યું, જાણો શું છે કારણ
વર્લ્ડકપ પણ આઇપીએલની તરત પછી શરૂ થશે અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ હંમેશા પોતાના ખેલાડીઓના વર્કલોડને સમજવાનો અને સમદારીથી મેનેજ કરવાનું કહ્યું છે.
નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સે પોતાના તમામ ખેલાડીઓને ચાર દિવસનો બ્રેક આપ્યો છે જેથી તેઓ આરામ કરે, પોતાના પરિવારની સાથે સમય વિતાવે અને આઈપીએલના અંતિમ મેચોમાં પોતાના 100 ટકા પ્રદર્શન આપી શકે.
વર્લ્ડકપ પણ આઇપીએલની તરત પછી શરૂ થશે અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ હંમેશા પોતાના ખેલાડીઓના વર્કલોડને સમજવાનો અને સમદારીથી મેનેજ કરવાનું કહ્યું છે. મુંબઇની ટીમમાં શામેલ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ આગામી વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં રમશે.
ટીમના નજીકના સૂત્રોએ કહ્યું, ‘ખેલાડી અમારી પ્રાથમિક્તા છે અને તેમને માત્ર એક જ સલાહ આપવામાં આવી છે કે કંઇ પણ કરો પણ બેટ અને બોલથી દૂર રહો. તેમને શાંતિથી ચાર દિવસ આરામ કરવો જોઇએ.
મુંબઇની આગામી મેચ 25 એપ્રિલે ચેન્નઇ વિરૂદ્ધ થશે. એવું પૂંછવા પર કે શું આ પગલું ભારતીય ખેલાડીઓને આગામી વર્લ્ડકપ માટે ફ્રેશ રાખવા માટે લેવામાં આવ્યું છે? સૂત્રએ કહ્યું, ‘માત્ર રોહિત, બુમરાહ અથવા હાર્દિક જ નહી, અમારી પાસે ક્વિંટન ડિ કોક, લસિથ મલિંગા અને અન્ય ખેલાડી પણ છે. જેઓ પોતાના દેશ માટે વર્લ્ડકપ રમી રહ્યા છે’.
તેમણે કહ્યું,’અમે અમારા વર્કલોડને એવી રીતે મેનેજ કરવા માંગીએ છીએ કે, જ્યારે તેઓ રમે તો વર્લ્ડકપમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. મોટા ભાગના વિદેશી ખેલાડીઓ સીધા ચેન્નઇ ગયા છે અને ત્યાં પોતાના પરિવારો સાથે આનંદ લઇ રહ્યા છે, જ્યારે ભારતીય ખેલાડીઓ પોતાના ઘરે ગયા છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion