Paris Olympic 2024 Live: હોકીમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન, ન્યૂઝીલેન્ડનું હરાવ્યું
India at Paris Olympics 2024: ઓલિમ્પિક્સ 2024 શરૂ થઈ ગઈ છે. અહીં તમે ઓલિમ્પિક્સ 2024ના તમામ અપડેટ વાંચ શકો છો.

Background
India at Paris Olympics 2024: ઓલિમ્પિક્સ 2024 શરૂ થઈ ગઈ છે. રંગારંગ કાર્યક્રમની સાથે ભારતીય એથ્લેટ્સ પણ સંપૂર્ણ રીતે તૈયાર જણાય છે. ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ દરમિયાન ભારતના કુલ 78 ખેલાડીઓએ પરેડમાં ભાગ લીધો હતો. ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાઈ રહેલી 33મી ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહમાં પીવી સિંધુએ મહિલા ધ્વજ વાહક તરીકે ભારતીય ધ્વજનું નેતૃત્વ કર્યું હતું, ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલે પુરુષ ધ્વજ ધારકનું નેતૃત્વ કર્યું હતું. ભારતની નજર હવે ઓલિમ્પિકમાં સારી શરૂઆત પર રહેશે. જ્યાં ગેમ્સના પહેલા જ દિવસે દેશને મેડલની આશા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ એવી કઈ રમત છે જેમાં ભારત પ્રથમ દિવસે મેડલ મેળવી શકે છે.
Paris Olympic 2024 Live: ભારતીય હોકી ટીમે જીત નોંધાવી, ન્યુઝીલેન્ડને 3-2થી હરાવ્યું
ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની પ્રથમ મેચ જીતી. ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું. ભારત તરફથી મનદીપ સિંહ, વિવેક સાગર અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યા હતા. હરમનપ્રીતે 59મી મિનિટે ટીમ ઈન્ડિયા માટે વિજયી ગોલ કર્યો હતો.
ન્યૂઝીલેન્ડે પહેલા ક્વાર્ટરમાં 0-1થી સરસાઈ મેળવી લીધી હતી. આ પછી ભારતે બીજા ક્વાર્ટરમાં પુનરાગમન કર્યું અને 1-1થી બરાબરી કરી લીધી. ટીમ ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં 2-1ની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ ન્યૂઝીલેન્ડે ચોથા ક્વાર્ટરમાં પુનરાગમન કર્યું અને મેચ 2-2થી ડ્રો પર પહોંચી. અંતમાં હરમનપ્રીતે વિજયી ગોલ કરીને ભારતને જીત અપાવી હતી.
Paris Olympic 2024 Live: ભારતે લીડ લીધી
ભારતીય હોકી ટીમે 3-2ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત માટે ત્રીજો ગોલ હરમનપ્રીતે કર્યો હતો.





















