Neeraj Chopra: નીરજ ચોપરાએ લીધો જૂલિયન વેબરથી બદલો, જીતી Paris Diamond League
Neeraj Chopra: નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગ 2025ના પુરુષોના ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

Neeraj Chopra: ભારતના સ્ટાર ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગ 2025ના પુરુષોના ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 20 જૂન (શુક્રવાર) ના રોજ પેરિસમાં યોજાયેલી આ સ્પર્ધામાં નીરજ તેના નજીકના હરીફ જર્મનીના જૂલિયન વેબરને હરાવ્યો હતો. નીરજ છેલ્લી બે ટુર્નામેન્ટમાં વેબર સામે હારી ગયો હતો પરંતુ હવે તેણે તે બે હારનો બદલો લઈ લીધો છે.
The man of the moment 🚀
— Wanda Diamond League (@Diamond_League) June 20, 2025
88.16m in round 1️⃣ of the men's Javelin is all that is needed for Neeraj Chopra 🇮🇳 to claim the win.
A sign of great things to come for the rest of the season!
📸 Marta Gorczyńska for Diamond League AG#DiamondLeague 💎 #ParisDL 🇫🇷 pic.twitter.com/YkkJN5QgOk
પેરિસ ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં 88.16 મીટર ભાલો ફેંક્યો હતો જેના કારણે તેણે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું અને અંત સુધી લીડ જાળવી રાખી હતી. ત્યારબાદ નીરજે બીજા પ્રયાસમાં 85.10 મીટર ભાલો ફેંક્યો હતો. નીરજનો ત્રીજો, ચોથો અને પાંચમો પ્રયાસ ફાઉલ હતો. જ્યારે છઠ્ઠા પ્રયાસમાં તેણે 82.89 મીટર ભાલો ફેંક્યો હતો.
BOOM 💥 Neeraj Chopra with a 88.16m throw in his first attempt!
— Inspire Institute of Sport (@IIS_Vijayanagar) June 20, 2025
Big statement here at the Paris Diamond League from the champion himself in just his first throw.🔥
📺VC: Wanda DL#ParisDL #NeerajChopra #CraftingVictories 🇮🇳 pic.twitter.com/NrbLmq6729
પેરિસ ડાયમંડ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શન
પહેલો પ્રયાસ – 88.16 મીટર
બીજો પ્રયાસ – 85.10 મીટર
ત્રીજો પ્રયાસ - ફાઉલ
ચોથો પ્રયાસ - ફાઉલ
પાંચમો પ્રયાસ - ફાઉલ
છઠ્ઠો પ્રયાસ – 82.89 મીટર
16 મેના રોજ જૂલિયન વેબરે દોહા ડાયમંડ લીગ 2025માં નીરજ ચોપરાને હરાવ્યો હતો. ત્યારબાદ જૂલિયન વેબરે 91.06 મીટરનો છેલ્લો થ્રો ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નીરજ 90.23 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. ત્યારબાદ વેબરે 23 મેના રોજ પોલેન્ડમાં યોજાયેલી જાનુઝ કુસોસિંકી મેમોરિયલ ઇવેન્ટમાં પણ નીરજને હરાવ્યો હતો. જાનુઝ કુસોસિંકી મેમોરિયલ ઇવેન્ટમાં વેબરે 86.12 મીટર અને નીરજ 84.14 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
નોંધનીય છે કે ડાયમંડ લીગના કોઈપણ તબક્કામાં પ્રથમ ક્રમે આવનાર ખેલાડીને 8 પોઈન્ટ મળે છે. જ્યારે બીજા સ્થાને રહેવા બદલ 7 પોઈન્ટ, ત્રીજા સ્થાને રહેવા બદલ 6 અને ચોથા સ્થાને રહેવા બદલ 5 પોઈન્ટ આપવામાં આવે છે. એટલે કે, નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં 8 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે બીજા સ્થાને રહેલા જૂલિયન વેબરને 7 પોઈન્ટ મળ્યા હતા.




















