શોધખોળ કરો
Advertisement
ન્યૂઝિલેન્ડ A વિરુદ્ધ શુભમન ગિલની શાનદાર બેવડી સદી, ગૌતમ ગંભીરનો તોડ્યો રેકોર્ડ, જાણો વિગત
ગિલે રવિવારે ક્રાઈસ્ટચર્ચમાં પ્રથમ ટેસ્ટના અંતિ દિવસે ન્યૂઝિલેન્ડે A વિરુદ્ધ અણનમ 204 રનની ઈનિંગ રમીને મેચ ડ્રો તરફ ખેંચી હતી. કેપ્ટન હનુમા વિહારી અને પ્રિયાંક પંચાલે પણ સદી ફટકારી હતી.
નવી દિલ્હી: ભારતીય A ટીમ અને ન્યૂઝિલેન્ડ A ટીમ વચ્ચે અનઓફિશિયલ બે ટેસ્ટ મેચોની સીરિઝ રમાઈ રહી છે. આ ટેસ્ટ સીરિઝના પ્રથમ મુકાબલની બીજી ઈનિંગમાં ભારતીય ટીમના શુભમન ગિલે ન્યૂઝિલેન્ડ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. જ્યારે કેપ્ટન હનુમા વિહારી અને પ્રિયાંક પંચાલે પણ સદી ફટકારી હતી.
ગિલે રવિવારે ક્રાઈસ્ટચર્ચમાં પ્રથમ ટેસ્ટના અંતિ દિવસે ન્યૂઝિલેન્ડે A વિરુદ્ધ અણનમ 204 રનની ઈનિંગ રમીને મેચ ડ્રો તરફ ખેંચી હતી. આ સાથે જ શુભમને ગૌત ગંભીરનો રેકોર્ડ પણ તોડી દીધો છે.
શુભમન ગિલે 19 વર્ષ, 334 દિવસની ઉંમરમાં ઈન્ડિયા A તરફથી બેવડી સદી ફટકારી છે. જ્યારે ગૌતમ ગંભીરે 2002માં બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન તરફથી રમતા ઝિમ્બાવે વિરુદ્ધ 20 વર્ષ, 124 દિવસની ઉંમરમાં 218 રનની ઇનિંગ રમી હતી.
ગિલે પોતાની બેવડી સદી દરમિયાન 22 ફોર અને ચાર સિક્સ ફટકાર્યા હતા, તે દરમિયાન શુભમને હનુમા વિહારી સાથે શાનદાર ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ ઈનિંગમાં 216 રન બનાવ્યા હતા. ગિલે પ્રથમ ઈનિંગમાં 83 રનની ઈનિંગ રમી હતી.
ન્યૂઝિલેન્ડે A પ્રથમ ઈનિંગમાં 7 વિકેટના નુકસાન પર 562 રન બનાવ્યા હતા અને 346 રનની લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં ભારે શાનદાર વાપસી કરતા 3 વિકેટના નુકસાન પર 448 રન બનાવ્યા અને અંતમાં મેચને ડ્રો તરફથી લઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલે ગત વર્ષે વેસ્ટઈન્ડિઝ એ વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝમાં ત્રીજી અનઓફિસિયલ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement