શોધખોળ કરો
Advertisement
ભારતને હરાવ્યા બાદ ખુશ થઇ ગયો ન્યૂઝીલેન્ડનો કેપ્ટન ને પછી કહી આ વાત, જાણો વિગતે
વિલિયમસને એક એવી અપીલ કરી છે જે ભારતીય ફેન્સનુ દિલ જીતી લેશે
નવી દિલ્હીઃ પ્રથમ સેમિ ફાઇનલમાં ભારતને હરાવ્યા બાદ કિવી ટીમ ખુશ થઇ છે, કિવી ટીમે સતત બીજીવાર વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લૉઓર સ્કૉર ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને હરાવ્યા બાદ કિવી કેપ્ટન વિલિયમસન ખુબ ખુશ થઇ ગયો હતો. વિલિયમસને એક એવી અપીલ કરી છે જે ભારતીય ફેન્સનુ દિલ જીતી લેશે.
મેચ બાદ જ્યારે કેન વિલિયમસનને પુછવામાં આવ્યુ કે આજે ન્યૂઝીલેન્ડે 125 કરોડ લોકોનુ સપનુ તોડી દીધુ છે, તમારુ શુ રિએક્શન છે. કેમકે તમે ભારતને ખુબ ફેવરેટ છો અને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પણ છો. આનો જવાબ આપતા વિલિયમસન હસ્યો અને બોલ્યો કે આશા છે કે ભારતીય ફેન્સ અમારાથી ગુસ્સે નહીં થાય.
કિવી કેપ્ટને કહ્યુ ભારત શાનદાર રમ્યુ, પણ દિવસ અમારો હતો એટલે અમે જીત્યા. ભારત ભાગ્યશાળી છે કે તેમની પાસે આવા શાનદાર અને દમદાર ફેન્સ છે, મને આશા છે કે ફાઇનલમાં 125 કરોડ ફેન્સનો અમને સપોર્ટ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement