શોધખોળ કરો
Advertisement
ન્યૂઝિલેન્ડના યુવા ખેલાડીઓની ખેલ ભાવના, વિન્ડિઝના ઈજાગ્રસ્ત ખેલાડીને ઉંચકીને લઈ ગયા, જુઓ વીડિયો
ભારતીય ટીમના ઉપકેપ્ટન રોહિત શર્મા, પૂર્વ દિગ્ગજ ખેલાડી વીવીએસ લક્ષ્મણ અને મોહમ્મદ કૈફ સહિત ક્રિકેટરોએ આ ખેલ ભાવનાની પ્રશંસા કરી છે.
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડની ટીમ બુધવારે ટીમ ઈન્ડિયા સામે ટી-20 મેચમાં ભલે સુપર ઓવરમાં હારી ગઈ, પરંતુ તેમની જૂનિયર ટીમ અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલા આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2020ની સુપર લીગ ક્વાર્ટર ફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે જીત મેળવી હતી. આ મેચ દરમિાન યુવા કિવી ખેલાડીઓએ ખેલ ભાવના દર્શાવી હતી. જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝનો યુવા ખેલાડી ક્રિક મેકેંજી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેનો પગ મચકોડાઈ ગયો હતો પરંતુ તેણે રમવાનું ચાલુ રાખતા તે 99 રન પર આઉટ થયો હતો અને તેની સાથે જ ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંત ક્રિકને દુખાવો થતાં તે ચાલી શકતો નહોતો. જ્યારે ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડીએ તેનો જોયો તો તેમનાથી રહેવાયું નહીં અને બે કીવી ખેલાડીઓ ક્રિકને ઉંચકીને ડ્રેસિંગ રૂમ સુધી પહોંચવામાં મદદ કરી હતી.
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ઓફિસિયલ ટ્વિટર હેન્ડર પર પણ આ વીડિયો શેર કર્યો છે. જેના પર ભારતીય ટીમના ઉપકેપ્ટન રોહિત શર્મા, પૂર્વ દિગ્ગજ ખેલાડી વીવીએસ લક્ષ્મણ અને મોહમ્મદ કૈફ સહિત ક્રિકેટરોએ પ્રશંસા કરી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. U-19 World Cup:ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય બોલરને કોણી મારતા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને ICCએ ફટકારી સજા સાયના નેહવાલ BJPમાં સામેલ થતાં જ્વાલા ગુટ્ટાએ કર્યો કટાક્ષ, કહ્યું- પહેલીવાર સાંભળ્યું છે કે.........An outstanding show of sportsmanship earlier today in the game between West Indies and New Zealand 👏 #U19CWC | #SpiritOfCricket | #FutureStars pic.twitter.com/UAl1G37pKj
— Cricket World Cup (@cricketworldcup) January 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion