શોધખોળ કરો
કોરોનાના ડરના કારણે ઇગ્લેન્ડ ક્રિકેટનો મોટો નિર્ણય, 28 મે સુધી દેશમાં પ્રોફેશનલ ક્રિકેટ પર પ્રતિબંધ
કોરોનાને ધ્યાનમાં રાખીને ઇગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટે પોતાની તમામ પ્રોફેશનલ ક્રિકેટને 28 મે સુધી રદ કરી દીધી છે.

નવી દિલ્હીઃ આખી દુનિયામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. તેની અસર રમતગમત પર પણ પડી છે જેના કારણે મોટા ભાગની મોટી સીરિઝ અને ટુનામેન્ટ રદ અથવા તો સ્થગિત કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ઇગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટે પોતાની તમામ પ્રોફેશનલ ક્રિકેટને 28 મે સુધી રદ કરી દીધી છે. તાજેતરમાં જ ઇગ્લેન્ડની ટીમ શ્રીલંકા ટેસ્ટ સીરિઝ રમવાની હતી પરંતુ ત્યાંથી રમ્યા વિના પાછી ફરી હતી. પાકિસ્તાન સુપર લીગમાં રમવા ગયેલા તમામ ખેલાડીઓને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. આખી દુનિયામાં કોરોના વાયરસના ખતરો વધરતા ક્રિકેટ બોર્ડે આ પગલું ભર્યું છે. આ વાતની જાણકારી આપતા ઇસીબીએ કહ્યું કે, ઇગ્લેન્ડ અને વેલ્સમાં 28 મે સુધી કોઇ પણ પ્રકારનું પ્રોફેશનલ ક્રિકેટ રમાશે નહીં. આ પાછળનું કારણ કોરોના વાયરસની મહામારી છે. નોંધનીય છે કે કોરોના વાયરસે તમામ લોકોને ઘરમાં રહેવા મજબૂર કર્યા છે. અત્યાર સુધીમાં દુનિયામાં 11 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 2,65,867થી વધી ગઇ છે. બ્રિટનમાં કોરોના વાયરસ સામે લડવા વડાપ્રધાને દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે.
વધુ વાંચો





















