શોધખોળ કરો
NZ Vs PAK: T20 સીરિઝ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર
ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ શરુ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સીરિઝ પહેલા પાકિસ્તાનનો કેપ્ટન સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.

NZ Vs PAK: ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ 18 ડિસેમ્બરથી શરુ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સીરિઝ પહેલા પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાની ટીમનો કેપ્ટન બાબર આઝમ ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની જાણકારી આપી હતી.
રિપોર્ટ અનુસાર બાબર આઝમની આંગળમીમાં ફેક્ચર થવાના કારણે ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. પ્રેક્ટિસ મેચ દરમિયાન બાબર આઝમની આંગળીમાં ફેક્ચર થઈ ગયું હતું. હવે બાબર આઝમ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમશે કે નહીં તે અંગે બોર્ડે કોઈ નિવેદન આપ્યું નથી.
આ સિવાય ઓપનર બેટ્સમેન ઈમામ ઉલ હકને પણ ઈજા થતા તે પ્રેક્ટિસ મેચમાંથી બહાર થઈ ગયો છે. હવે તે રમશે કે નહીં તેના પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. એવામાં પાકિસ્તાનની ટીમની મુશ્કેલી વધી શકે છે.
હવે બાબર આઝમની જગ્યાએ શાદાબ ખાન ટી20 સીરિઝમાં પાકિસ્તાનની ટીમનું નેતૃત્વ કરશે. શાદાબને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે ઉપકેપ્ટન બનાવાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
દેશ
Advertisement
