Olympics 2036ની ભારતને યજમાની મળશે તો રશિયન સ્પેશ્યાલિસ્ટ કરશે મદદ, રશિયાએ આપી મોટી ઓફર..........
માતિત્સિને કહ્યું કે, આ બહુજ ખુશીની વાત છે કે, ભારત 2036 ની યજમાનીની આશા રાખી રહ્યું છે, જો ઓલિમ્પિક્સની યજમાની કરવાનુ આ સપનુ સાચુ પડે છે,
Olympics 2036: ભારતને જો ઓલિમ્પિક્સ 2036 (Olympics 2036) ની યજમાની મળે છે, તો રશિયન સ્પેશ્યાલિસ્ટ આ સૌથી મોટી રમત સ્પર્ધાને આયોજિત કરવામાં ભારતની મદદ કરશે, રશિયન રમત મંત્રી ઓલેગ માતિત્સિન (Oleg Matytsin)ને ખુદ આ વાત કહી છે. માતિત્સિન ગયા બુધવારે ભારત યાત્રા પર હતા, અહીં તેમને નવી દિલ્હીમાં ભારતના રમત મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) સાથે એક કૉન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી.
માતિત્સિને કહ્યું કે, આ બહુજ ખુશીની વાત છે કે, ભારત 2036 ની યજમાનીની આશા રાખી રહ્યું છે, જો ઓલિમ્પિક્સની યજમાની કરવાનુ આ સપનુ સાચુ પડે છે, તો આ દેશના સ્થાયી વિકેસ માટે એક મોટુ માપદંડ ગણાશે. અમે હંમેશા ઓલિમ્પિક્સ રમતોની યજમાનીના પોતાના અનુભવને શેર કરવા માટે તૈયાર છીએ. આવુ અમે પહેલા પણ ઘણીવાર કરી ચૂક્યા છીએ. એટલામાટે કોઇ ફેંસલો લેવામાં આવે છે, તો રશિયન સ્પેશ્યાલિસ્ટ્સને ભારતમાં ઓલિમ્પિક્સ રમતોના આયોજનમાં મદદ કરવામાં બહુજ ખુશી થશે.
Today, Russian Sports Minister Oleg Matytsin, visiting #NewDelhi to participate in a meeting of the Bureau of the 8th Session of the Conference of Parties to the International Convention against Doping in Sport, met w/ Indian Minister of Youth Affairs & Sports Anurag Singh Thakur pic.twitter.com/M0dnjCrwho
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) June 22, 2022
ખરેખરમાં, ભારત છેલ્લા કેટલાય સમયથી 2036ના ઓલિમ્પિક્સ રમતોની યજમાની હાંસલ કરવાની કોશિશ કરી રહ્યું છે. ગયા વર્ષે જ ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોશિએસન (IOA) ના અધ્યક્ષ નરિન્દર બત્રાએ કહ્યું કે, અમદાવાદની આસપાસ મલ્ટીસિટીનો પ્રસ્તાવ મુક્યો છે. બે મહિના પહેલા ગુજરાતના એડવ્હેકેટ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઇકોર્ટને બતાવ્યુ હતુ કે અમે 2036 ની ઓલિમ્પિક્સ માટે તૈયારી કરી રહ્યાં છીએ, અને 2025 માં ઓલિમ્પિક્સ કમિટી અહીંનો પ્રવાસ કરશે.
આ પણ વાંચો...........
અમેરિકાને એક શબ્દમાં વર્ણવા જતાં ફસાયા જો બાઈડન, શું બોલ્યા કોઈને ખબર ના પડી, જુઓ વીડિયો
Corona Update: કોરોનાના કેસમાં ભારે વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા