Corona Update: કોરોનાના કેસમાં ભારે વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા
ભારતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે
Covid-19 in India Update: ભારતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 17,336 નવા કેસ નોંધાયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 88,284 થઈ ગઈ છે. આ પહેલા ગુરુવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 13,313 નવા કેસ નોંધાયા હતા. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 લોકોના મોત થયા છે.
India reports 17,336 new Covid19 cases today; Active cases rise to 88,284 pic.twitter.com/TDqDUCnqoq
— ANI (@ANI) June 24, 2022
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા 17336 નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસોમાં વધારા સાથે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 88284 પર પહોંચી ગઇ છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.
દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5 લાખ 24 હજાર 954 પર પહોંચી ગઈ છે. કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા હવે 4 કરોડ 27 લાખ 49 હજાર 56 થઇ ગઇ છે. દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 88284 પર પહોંચી ગયો છે.
નોંધનીય છે કે દેશમાં એક દિવસ પહેલા કોરોનાના નવા કેસ પાંચ રાજ્યોમાંથી નોંધાયેલા છે. કોરોનાના નવા કેસોની બાબતમાં કેરળ ટોપ પર છે. કેરળ પછી મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે.
આ પણ વાંચોઃ
જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ