શોધખોળ કરો

Sovereign Gold Bond: સસ્તામાં સોનું ખરીદવની આજે છેલ્લી તક, જાણો કેન્દ્ર સરકારે એક ગ્રામની કિંમત કેટલી રાખી છે?

ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને સરકારે ગ્રામ દીઠ રૂ. 50નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે અને આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે અરજદારોએ ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરવી પડશે.

Sovereign Gold Bond: સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સસ્તામાં સોનું ખરીદવાની આજે છેલ્લી તક છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23ની પ્રથમ શ્રેણીનું સબસ્ક્રિપ્શન 20 જૂન, 2022ના રોજ ખુલ્લું હતું અને આજે પાંચમા દિવસે બંધ થશે. સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો લાભ માત્ર રૂ. 5,091નું રોકાણ કરીને મેળવી શકાય છે.

ગોલ્ડ બોન્ડ તરફ વળ્યા રોકાણકારો

તમને જણાવી દઈએ કે વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન, શેરબજારમાં ભારે અસ્થિરતાને કારણે, ગોલ્ડ બોન્ડ્સ તરફ ઝોક વધ્યો છે. આ બે વર્ષમાં આ બોન્ડનું વેચાણ નવેમ્બર 2015માં યોજનાની શરૂઆતથી અત્યાર સુધીના કુલ વેચાણના 75 ટકા છે.

કિંમત કેટલી નક્કી કરવામાં આવી છે?

સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) ના આગામી હપ્તાનું વેચાણ સોમવારથી શરૂ થશે અને પાંચ દિવસ સુધી ચાલશે. આ હપ્તા માટે સોનાની ઇશ્યૂ કિંમત 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષનો આ પહેલો ઇશ્યૂ હશે.

ઓનલાઈન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ

ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને સરકારે ગ્રામ દીઠ રૂ. 50નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે અને આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે અરજદારોએ ડિજિટલ મોડ દ્વારા ચુકવણી કરવી પડશે.

જાણો શું કહે છે આંકડા?

આરબીઆઈના ડેટા અનુસાર, નવેમ્બર 2015માં આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ રૂ. 38,693 કરોડ (90 ટન સોનું) એકત્ર કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22 અને 2020-21માં કુલ રૂ. 29,040 કરોડની રકમ એકત્ર કરવામાં આવી હતી, જે એકત્ર કરાયેલ કુલ રકમના લગભગ 75 ટકા છે.

RBIએ કેટલી રકમ મેળવી?

RBIએ 2021-22 દરમિયાન SGBના 10 હપ્તા બહાર પાડીને કુલ રૂ. 12,991 કરોડ (27 ટન) એકત્ર કર્યા. સેન્ટ્રલ બેંકે SGB ના 12 હપ્તા બહાર પાડીને 2020-21માં કુલ રૂ. 16,049 કરોડ (32.35 ટન) એકત્ર કર્યા હતા.

મુંબઈ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી ફર્મ કેરોસ કેપિટલના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર રિશાદ માણેકિયાએ જણાવ્યું હતું કે SGBsને ભૌતિક સોનું રાખવાના વિકલ્પ તરીકે જોઈ શકાય છે અને તેમાં રોકાણ કરવાથી વળતર મળે છે. તે સરકાર અને સુરક્ષા દ્વારા સમર્થિત હોવાના દૃષ્ટિકોણથી ફાયદાકારક વિકલ્પ છે.

બોન્ડ સરકાર દ્વારા જારી કરવામાં આવે છે

મધ્યસ્થ બેંક વાસ્તવમાં ભારત સરકાર વતી બોન્ડ જારી કરે છે. આ માત્ર નિવાસી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓને વેચી શકાય છે. આરબીઆઈએ કહ્યું છે કે એસજીબીનો કાર્યકાળ આઠ વર્ષનો રહેશે, જેમાં 5મા વર્ષ પછી તેને અકાળે રોકડ કરી શકાશે. આ વિકલ્પનો ઉપયોગ જે તારીખે વ્યાજ ચૂકવવાપાત્ર હોય તે તારીખે કરી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત

Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ

Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Visavadar By Poll 2025 :  વિસાવદર પેટાચૂંટણીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાRajkumar Jaat Case: રાજકુમારને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ, ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસોSurat Crime: ઉધનામાં વ્યાજખોર સંદિપ પાટીલની કરાઈ ધરપકડ, રૂપિયાની માંગ કરી આપતો હતો ત્રાસBanaskantha: વાસણ ગામે દીપડાનો આંતક, બે લોકો પર કર્યો જીવલેણ હુમલો Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 

અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત

2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે

Embed widget