IND vs ENG, 2nd Innings Highlights: બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયા હજુ 56 રન પાછળ, રોહિત-લોકેશ રાહુલ રમતમાં
India vs England, 2nd Innings Highlights: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. ટીમ ઇન્ડિયાએ બીજા દિવસમા બીજી જ ઓવરમાં સફળતા હાંસલ કરી હતી
Background
ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. ટીમ ઇન્ડિયાએ બીજા દિવસમા બીજી જ ઓવરમાં સફળતા હાંસલ કરી હતી. ઉમેશ યાદવે નાઇટ વોચમેન ક્રેગ ઓવરટનને પેવેલિયન ભેગો કર્યો હતો. નોંધનીય છે કે ચોથી ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે ઇગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 53 રન બનાવ્યા હતા. બુમરાહ અને ઉમેશ યાદવે ટીમ ઇન્ડિયાની વાપસી કરાવી હતી. બુમરાહે બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી. આ અગાઉ ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 57 રન ફટકાર્યા હતા.
ટીમ ઇન્ડિયા હજુ 56 રન પાછળ
ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે ભારતે બીજી ઇનિંગમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 43 રન બનાવી લીધા છે. લોકેશ રાહુલ 22 અને રોહિત શર્મા 20 રને રમતમાં હતા. ટીમ ઇન્ડિયા હજુ 56 રન પાછળ છે. આ અગાઉ પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડની ટીમ 290 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને તેણે 99 રનની લીડ મેળવી હતી.
ટીમ ઇન્ડિયાની મક્કમ શરૂઆત
ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં મક્કમ શરૂઆત કરી છે. 14 ઓવરમાં વિના વિકેટે 42 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 19 અને લોકેશ રાહુલ 22 રને રમતમાં છે.




















