Paris Olympics Day 4 Schedule: આજે મનુ-સરબજોત પર રહેશે તમામની નજર, તીરંદાજીમાં સારા પ્રદર્શનની આશા
Paris Olympics Day 4 Schedule: ભારતીય ટીમ ત્રીજા દિવસે એકપણ મેડલ જીતી શકી નથી, પરંતુ શૂટર્સને મંગળવારે ફરી એકવાર દેશ માટે મેડલ જીતવાની તક મળશે
Paris Olympics Day 4 Schedule: પેરિસ ઓલિમ્પિકમાં ત્રીજો દિવસ ભારત માટે મિશ્ર રહ્યો હતો. સોમવારે મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું, જેનાથી ચોથા દિવસે બીજા મેડલની આશા વધી છે. ભારતીય ટીમ ત્રીજા દિવસે એકપણ મેડલ જીતી શકી નથી, પરંતુ શૂટર્સને મંગળવારે ફરી એકવાર દેશ માટે મેડલ જીતવાની તક મળશે.
Day 4⃣ schedule of the #ParisOlympics2024 is OUT!!
Spot all the thrilling events & your favorite athletes who will be in action tomorrow😍
Catch every moment of the #OlympicsOnJioCinema & DD Sports.
Let's #Cheer4Bharat with all our might💪👏 pic.twitter.com/Se1mds4YYr — SAI Media (@Media_SAI) July 29, 2024
હૉકી-બેડમિન્ટનમાં ભારતીય ખેલાડીઓ પાસે સારા પ્રદર્શનની આશા
ભારતીય ખેલાડીઓ મંગળવારે હોકી, બેડમિન્ટન અને બોક્સિંગમાં પણ પડકાર ફેંકશે. ભારતીય પુરૂષ હૉકી ટીમે સોમવારે પુલ બીની મેચમાં રિયો ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિના સાથે 1-1થી ડ્રો રમી હતી અને હવે તેનો મુકાબલો મંગળવારે આયરલેન્ડ સામે થશે. બેડમિન્ટનમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરૂષ ડબલ્સ અને તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાની મહિલા ડબલ્સ પણ પોતપોતાની ગ્રુપ મેચમાં ભાગ લેશે.
પેરિસ ઓલિમ્પિકના ચોથા દિવસે ભારતનું શિડ્યૂલ
શૂટિંગ
-ટ્રેપ મેન્સ ક્વોલિફિકેશન: પૃથ્વીરાજ તોંડાઇમાન (બપોરે 12:30 વાગ્યા પછી)
- ટ્રેપ મહિલા ક્વોલિફિકેશન: શ્રેયસી સિંહ, રાજેશ્વરી કુમારી (બપોરે રાત્રે 12:30 વાગ્યાથી)
- 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ બ્રોન્ઝ મેડલ મેચ: ભારત વિરુદ્ધ કોરિયા - મનુ ભાકર/સરબજોત સિંહ અને વોન્હો લી/જિન યે ઓહ: (બપોરે 1 વાગ્યા પછી)
હૉકી
- ભારત વિરુદ્ધ આયરલેન્ડ પુલ બી મેચઃ (સાંજે 4:45)
તીરંદાજી
- મહિલા વ્યક્તિગત 1/32 એલિમિનેશન રાઉન્ડ: અંકિતા ભકત વિરુદ્ધ વિઓલ્ટા મિસ્ઝો (પોલેન્ડ) - (સાંજે 5:15 પછી)
- મહિલા વ્યક્તિગત 1/32 એલિમિનેશન રાઉન્ડ: ભજન કૌર વિરુદ્ધ સિફા નૂરાફીફા કમલ (ઇન્ડોનેશિયા) - (સાંજે 5:30)
- પુરુષોની વ્યક્તિગત 1/32 એલિમિનેશન રાઉન્ડ: ધીરજ બોમ્મેદેવારા વિરુદ્ધ એડમ લી (ચેક રિપબ્લિક) - (રાત્રે 10:45)
બેડમિન્ટન
- મેન્સ ડબલ્સ: સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી/ચિરાગ શેટ્ટી વિરુદ્ધ અલફિયન/અરિડિયાંન્ટો (ઇન્ડોનેશિયા) - (સાંજે 5:30 પછી)
- મહિલા ડબલ્સ: તનિષા/પોનપ્પા વિરુદ્ધ મપાસા/યુ (ઓસ્ટ્રેલિયા) - (સાંજે 6:20 પછી)
બોક્સિંગ
- મેન્સ 51 કિગ્રા રાઉન્ડ ઓફ 16: અમિત પંઘાલ વિરુદ્ધ પૈટ્રિક ચિન્યેમ્બા (ઝામ્બિયા) (સાંજે 7:16 પછી)
- મહિલા 57 કિગ્રા રાઉન્ડ ઓફ 32: જેસ્મીન લેમ્બોરિયા વિરુદ્ધ નેસ્ટી પેટેસિયો (ફિલિપાઈન્સ) (રાત્રે 9:25 પછી)
- મહિલા 54 કિગ્રા રાઉન્ડ ઓફ 16: પ્રીતિ પવાર વિરુદ્ધ યેની માર્સેલા એરિયાસ (કોલંબિયા) (1:20 વાગ્યા પછી)