Tokyo Olympic 2020 : સેમિફાઇનલમાં પહોંચેલા કુસ્તીબાજ દીપક પુનિયાની હાર, મળ્યો બ્રોન્ઝ મેડલ
સેમિફાઇનલ મેચમાં ટેલરે પહેલેથી જ આક્રમક રમત બતાવીને પુનિયાને હાવી થવા દીધો નહોતો. દીપક પુનિયાને મળેલા બ્રોન્ઝ મેડલ સાથે ભારતે ચાર મેડલ મેળવી લીધા છે. જેમાં 3 બ્રોન્ઝ અને એક સિલ્વરનો સમાવેશ થાય છે.
Tokyo Olympic 2020 : ભારતના કુસ્તીબાજ દીપક પુનિયાનો 86 કિલોગ્રામ કેટેગરીમાં અમેરિકાના ડી.એમ. ટેલર લી સામે પરાજય થતા ભારતે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. સેમિફાઇનલ મેચમાં ટેલરે પહેલેથી જ આક્રમક રમત બતાવીને પુનિયાને હાવી થવા દીધો નહોતો. દીપક પુનિયાને મળેલા બ્રોન્ઝ મેડલ સાથે ભારતે ચાર મેડલ મેળવી લીધા છે. જેમાં 3 બ્રોન્ઝ અને એક સિલ્વરનો સમાવેશ થાય છે. બીજી તરફ આજે કુસ્તીબાજ રવિ કુમાર સેમિફાઇનલમાં જીતીને ઇતિહાસ રચી દીધો છે અને તેઓ હવે ફાઇનલમાં પહોંચી ગયા છે. જેના પર સૌની નજર છે.
Tokyo Olympic 2020 : રવિ દહિયા ફાઇનલમાં પહોંચતા ભારતનો સિલ્વર મેડલ પાક્કો, ગોલ્ડ પણ જીતી શકે
Tokyo Olympic 2020 : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળવાની આશા જાગી છે. ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો કુસ્તીમાં સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે. તેમજ ગોલ્ડ મેડલ જીતવાની પણ તક ઊભી થઈ છે. 57 કિલો ફ્રી સ્ટાઇલ મેચમાં રવિનો વિજય થયો છે.
કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. કુશ્તીબાજ રવિ કુમાર દહિયાએ બુધવારે સવારે જ 57 કિગ્રા કેટેગરીમાં અને દીપક પૂનિયાએ 86 કિગ્રા કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલમાં જીતીને પ્રવેસ કર્યો હતો. રવિ દહિયાએ બલ્ગેરિયા સામેની મેચ 14-4થી જીતી હતી જ્યારે દિપકે છેલ્લી સેકન્ડે ચીનના શેનને 6-3થી હરાવ્યો હતો. રવિનો મુકાબલો કઝાખસ્તાનના નુરીસ્લામ સનાયેવ સાથે હતો ને તેમાં રવિ દહિયાએ 9-7થી જીત મેળવી છે. રવિ દહિયાએ સાનાયેવને પછાડીને તેને જમીન સરસો રાખીને જીત મેળવી હતી. રવિએ પણ છેલ્લી ઘડીએ પાસુ પલટીને મેચ જીતી લીધી હતી. હવે દીપક પૂનિયાનો સામનો સેમિફાઇનલમાં અમેરિકાના ડેવિડ મોરિસ ટેલર સાથે થશે.