India Schedule, Tokyo Olympic 2020: કાલે ઓલિમ્પિકમાં મેડલની આશા સાથે ઉતરશે આ ખેલાડીઓ, જુઓ શેડ્યૂલ
India Schedule, Tokyo Olympic 2020 Matches List: રમતોના મહાકુંભ ટોક્યો ઓલિમ્પિકમાં 6 દિવસ પૂરા થયા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે.
India Schedule, Tokyo Olympic 2020 Matches List: રમતોના મહાકુંભ ટોક્યો ઓલિમ્પિકમાં 6 દિવસ પૂરા થયા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 42માં ક્રમે છે. અમેરિકા 10 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ એમ 30 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 12 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ મળી કુલ 26 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 12 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ મળી કુલ 21 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
બુધવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બોક્સીંગમાં પૂજા રાણી મહિલાઓની 75 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. બસ હવે તે મેડલથી માત્ર 1 જીત દૂર છે. તે જ સમયે, બેડમિંટનમાં પીવી સિંધુ અને તીરંદાજીમાં દીપિકા મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે, મહિલા હોકી ટીમને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે.
29 જુલાઈ 2021 ટોક્યો ઓલિમ્પિક 2020
રોઈંગ
5:20 AM: લાઈટવેટ મેન્સ ડબલ સ્કલ્સ ફાઈનલ બી ( અર્જુલ લાલ જાટ- અરવિંદ સિંહ)
શૂટિંગ
5:30 AM: 25 મીટર પિસ્ટલ મહિલા યોગ્યતા પ્રેસિજન( રાહી સરનોબત, મનુ ભાકર)
હોકી
6:00 AM : પુરુષ પૂલ એ ( ભારત વિ અર્જેન્ટીના)
ઘોડેસવારી
6:00 AM : પ્રથમ ઘોડાના નિરીક્ષણનું આયોજન ( ફૌઆદ મિર્ઝા)
બેડમિન્ટન
6:15 AM: વિમન્સ સિંગલ રાઉન્ડ ઓફ 16 ( પીવી સિંધુ વિ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડ)
તીરંદાજી
7:31 AM: પુરુષ વ્યક્તિગત 1/32 એલિમિનેશન ( અતનુ દાસ વિ ચીની તાઈપે કે યૂ-ચેંગ ડેંગ)
નૌકાયન
8:35 AM: મેન્સ વન પર્સન ડિંગી- લેઝર- રેસ 07 ( વિષ્ણુ સરવનન )
ત્યારબાદ રેસ 08
8:35 AM: મેન્સ સ્કિફ- 49er - રેસ 05 ( ગણપતિ કેલપાંડા- વરુણ ઠક્કર)
નૌકાયાન
8:45 AM: મહિલા વન પર્સન ડિંગી- લેઝર રેડિયલ - રેસ 07 ( નેત્રા કુમાનન)
ત્યારબાદ રેસ 08
બોક્સિંગ
8:48 AM: મેન્સ સુપર હેવી (+91 કિગ્રા) - રાઉન્ડ ઓફ 16 ( સતીશ કુમાર વિ જમૈકાના રિકાર્ડો બ્રાઉન)
ગોલ્ફ
8:52 AM: મેન્સ ઈન્ડિવિઝ્યૂલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 1 (અનિબાર્ન લાહિડી )
ગોલ્ફ
11:09 AM: મેન્સ ઈન્ડિવિઝ્યૂલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 1 (ઉદયન માન)
બોક્સિંગ
3:36 : મહિલા ફ્લાઈ (48-51 કિગ્રા) - રાઉન્ડ ઓફ 16 ( મૈરી કોમ વિ ઈંગ્રિટ લોરેના વાલેંસિયા વિક્ટોરિયા ઓફ કોલંબિયા)
સ્વિમિંગ
4:16 : પુરુષોની 100 મીટર બટરફ્લાઈ- હીટ 2 ( સાજન પ્રકાશ)