Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિકમાં કાલે મહિલા હોકી ટીમ મેડલ જીતી શકે, જાણો ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ
ટોક્યો ઓલિમ્પિકના 9 દિવસ પૂરા થયા છે. રમતના મહાકુંભમાં સોમવારે ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઈનલ મુકાબલામાં જીત નોંધાવી મેડલ મેળવવા મેદાનમાં ઉતરશે.
ટોક્યો ઓલિમ્પિકના 9 દિવસ પૂરા થયા છે. રમતના મહાકુંભમાં સોમવારે ભારતીય મહિલા હોકી ટીમ સેમીફાઈનલ મુકાબલામાં જીત નોંધાવી મેડલ મેળવવા મેદાનમાં ઉતરશે. હોકી ટીમ સિવાય કમલપ્રીત કૌર મહિલા ચક્કા ફેંક ફાઈનલ મુકાબલો રમશે. તે પણ આ મુકાબલામાં જીત મેળવી ભારતને વધુ એક મેડલ અપાવવા માટે રમશે. ટોક્યો ઓલિમ્પિકમાં સોમવાર 2 ઓગસ્ટ ભારતીય ખેલાડીઓના કાર્યક્રમ પર એક નજર નાખીએ.
એથલેટિક્સ
સવારે 7:25 વાગ્યે દુતી ચંદ, મહિલા 200 મીટર હીટ ચાર
સાંજે 4:30 વાગ્યે કમલપ્રીત કૌર, મહિલા ચક્કા ફેંક ફાઈનલ
ઘોડેસવારી
બપોરે 1:30 વાગ્યે ફવાદ મિર્જા, ઈવેંટિંગ જંપિંગ વ્યક્તિગત ક્વોલિફાયર
સાંજે 5:15 વાગ્યે ઈવેન્ટિંગ વ્યક્તિગત જંપિગ ફાઈનલ
હોકી
સવારે 8:30 વાગ્યે ભારત વિ ઓસ્ટ્રેલિયા, મહિલા હોકી સેમીફાઈનલ
શૂટિંગ
સવારે 8 વાગ્યેથી સંજીવ રાજપૂત અને એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, પુરુષ 50 મીટર રાઈફલ થ્રી પોઝીશન ક્વોલિફિકેશન
બપોરે 1:20 વાગ્યાથી પુરુષ 50 મીટર રાઈફલ થ્રી પોઝીશન ફાઈનલ
ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ચીની ખેલાડીને હરાવીને આ ઉપલબ્ધિ હાંસિલ કરી છે. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ઓલિમ્પિકમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે. સિધુએ આ મેચમાં શરુઆતથી જ દબદબો બનાવી રાખ્યો હતો અને પ્રથમ સેટમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પકડ મજબૂત કરી હતી. બાદમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા મેડલ પોતાના નામે કર્યો છે.
હોકીમાં બ્રિટનને હરાવીને ભારત 41 વર્ષ પછી સેમીફાઈનલમાં પહોંચ્યું છે. ભારતીય પુરુષ હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલ મેચ બ્રિટન વિરૂદ્ધ રમાઈ હતી. ટીમ ઈન્ડિયા ગ્રેટ બ્રિટન સામે 3-1થી જીત મેળવી છે. દિલપ્રિત સિંહે પ્રથમ ગોલ ફટકાર્યો હતો.