India Medal Tally, Olympic 2020: પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, મેડલ ટેલીમાં જાણો કેટલામાં ક્રમે છે ભારત
Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 10મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ સારો રહ્યો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે મેડલ આવ્યા છે.
Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 10મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ સારો રહ્યો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે મેડલ આવ્યા છે. ભારત મેડલ ટેલીમાં 59માં ક્રમે છે. અમેરિકા 20 ગોલ્ડ, 23 સિલ્વર અને 16 બ્રોન્ઝ એમ 59 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 24 ગોલ્ડ, 14 સિલ્વર અને 13 બ્રોન્ઝ મળી કુલ 51 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ એમ મળી કુલ 31 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
હોકીમાં બ્રિટનને હરાવીને ભારત 41 વર્ષ પછી સેમીફાઈનલમાં પહોંચ્યું છે. ભારતીય પુરુષ હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલ મેચ બ્રિટન વિરૂદ્ધ રમાઈ હતી. ટીમ ઈન્ડિયા ગ્રેટ બ્રિટન સામે 3-1થી જીત મેળવી છે. દિલપ્રિત સિંહે પ્રથમ ગોલ ફટકાર્યો હતો.
ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. ટીમ 1972 બાદ પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા માટે દિલપ્રીત સિંહે 7મી મિનિટે, ગુરજંત સિંહે 16મી અને હાર્દિક સિંહે 57મી મિનિટે ગોલ કર્યા હતા. ટીમ ઇન્ડિયા હવે સેમીફાઇનલમાં બેલ્જિયમ સામે ટકરાશે.
ટોક્યો ઓલિમ્પિકના 10માં દિવસે ભારત માટે બે-બે ખુશખબર આવી છે. પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારતીય પુરૂષ હોકી ટીમ ગ્રેટ બ્રિટનને હરાવી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે 41 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં ભારતનો સામનો બેલ્જિયમ સામે થવાનો છે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં દમદાર પ્રદર્શન કરતા ગ્રેટ બ્રિટન સામે 3-1થી જીત મેળવી છે.
ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની હી બિંગ ઝિયાઓ સામે મેચ જીતી ગઈ છે. સિંધુએ પ્રથમ ગેમ 21-13થી તથા બીજી ગેમ પણ 21-15થી જીતી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. આ મેચ 53 મિનિટ સુધી ચાલી હતી. સિંધુ બે અલગ-અલગ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર વિશ્વની ચોથી બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે. સિંધુ સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે, આની સાથે જ પીવી સિંધુએ સુશીલ કુમારનાં રેકોર્ડની પણ બરાબરી કરી દીધી છે.
બોક્સર સતીશ કુમાર હેવીવેઇટમાં વિશ્વના નંબર વન જલોલોવ બખોદિરી સામે હાર્યા બાદ મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. ઉઝબેકિસ્તાનના જલોલોવ બખોદિરીને પ્રથમ રાઉન્ડમાં તમામ જજોએ 10-10 અંક આપ્યા હતા.