વિન્ડીઝના ફાસ્ટ બૉલરના પુત્રે વર્લ્ડ રેકોર્ડ તોડીને અમેરિકા માટે જીત્યો સિલ્વર મેડલ, જાણો કોણ છે એ ખેલાડી ?
રાય બેન્ઝામિને મંગળવારે પુરુષોની 400 મીટર મેરેથૉન બાધા દોડની ફાઇનલમાં ફક્ત 46.17 સેકન્ડના સમયમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.
નવી દિલ્હીઃ ઓલિમ્પિકમાં જ્યારથી રમતની રાણી કહેવાતી એથ્લેટિક્સ સ્પર્ધા શરૂ થઇ છે, ત્યારથી એકથી એક ચઢિયાતા એથ્લેટ ટ્રેક એન્ડ ફીલ્ડમાં જલવો બતાવી રહ્યાં છે. આમાં વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિન્સ્ટન બેન્ઝામિનના દીકરા રાય બેન્ઝામિન પણ છવાઇ ગયો છે.
રાય બેન્ઝામિને મંગળવારે પુરુષોની 400 મીટર મેરેથૉન બાધા દોડની ફાઇનલમાં ફક્ત 46.17 સેકન્ડના સમયમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ દરમિયાન રાય બેન્ઝામિને નોર્વેના કાર્સ્ટન વારહોમના વર્લ્ડ રેકોર્ડથી પણ સારો સમયે કાઢ્યો, પરંતુ આ રેકોર્ડ તેના નામે ના થઇ શક્યો. કેમકે આ રેસમાં ખુદ કર્સ્ટન ભાગ લઇ રહ્યો હતો, તેને તમામ રેકોર્ડ તોડતા 45.94 સેકન્ડમાં વર્લ્ડ રેકોર્ડની સાથે ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
રાય બેન્ઝામિન દિગ્ગજ વિન્ડીઝના ફાસ્ટ બૉલરો વિન્સ્ટન બેન્ઝામિનનો દીકરો છે. જેને 1980-90ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. વિન્સ્ટન બેન્ઝામિન તો કેરેબિયન ટાપુ એન્ગીગાનો રહેવાસી છે, અને રાયનો જન્મ પણ ત્યાં થયો હતો, પરંતુ તે પોતાની માની સાથે ન્યૂયોર્કમાં રહેવા લાગ્યો અને તેને ત્યાંની જ નાગરિકતા મેળવી લીધી. બાદમાં ઓલિમ્પિકમાં અમેરિકાનુ પ્રતિનિધિત્વ કરવા લાગ્યો. તે 400 મીટર મેરાથૉન દોડમાં અમેરિકાનો સૌથી ફાસ્ટ દોડવીર છે. વિન્સ્ટન બેન્ઝામિને વેસ્ટ ઇન્ડિઝ માટે 21 ટેસ્ટ મેચોમાં 61 વિકેટ હાંસલ કરી, જ્યારે 85 વનડેમાં તેના નામે 100 વિકેટ છે. તેને 1985માં ભારત વિરુદ્ધ પોતાનુ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ અને 1995માં ઓસ્ટ્રેલિયા સામે તેને અંતિમ ટેસ્ટ મેચ રમી હતી.