શોધખોળ કરો

આ દેશને 15 વર્ષ બાદ મળ્યો વન-ડે ટીમનો દરજ્જો, ઓમાનને પણ મળ્યો દરજ્જો

આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં ઓમાનની ટીમે ચારમાંથી ચાર મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. અમેરિકાએ પરાજય સાથે શરૂઆત કર્યા બાદ કુલ ચારમાંથી ત્રણ મેચ જીતી હતી અને આ રીતે વન ડે દરજ્જો મેળવ્યો હતો.

દુબઈઃ આઈસીસી પરિવારમાં અંતે અમેરિકાની એન્ટ્રી થઈ ગઈ છે. આઈસીસીએ વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં શાનદાર પ્રદર્શન કરનારા ઓમાન અને અમેરિકાને વનડે આંતરરાષ્ટ્રીય ટીમનો દરજ્જો આપ્યો છે. આઈસીસીએ પોતાની વેબસાઈટ પર એક નિવેદન જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે. અમેરિકાને 15 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય વન ડે ટીમનો દરજ્જો મળ્યો છે. આ અગાઉ, તેને 2004માં આ દરજ્જો મળ્યો હતો. એ વર્ષે તેણે ICC Champions Trophyમાં ભાગ લીધો હતો. આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં ઓમાને નામીબિયાની ટીમ સામે રોમાંચક પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. ઓમાને પોતાની તમામ મેચ જીતી હતી. અમેરિકાએ હોંગકોંગની ટીમને હરાવીને વન ડે ટીમનો દરજ્જો મેળવ્યો છે. આ સાથે જ હવે અમેરિકા અને ઓમાનની ટીમ લીગ-2માં સ્કોટલેન્ડ, નેપાળ અને યુએઈની ટીમ સાથે સામેલ થઈ ગઈ છે. અહીં તે 2.5 વર્ષમાં કુલ 36 વન ડે મેચ રમશે. આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં ઓમાનની ટીમે ચારમાંથી ચાર મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. અમેરિકાએ પરાજય સાથે શરૂઆત કર્યા બાદ કુલ ચારમાંથી ત્રણ મેચ જીતી હતી અને આ રીતે વન ડે દરજ્જો મેળવ્યો હતો. તે 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. નામીબિયા, હોંગકોંગ, કેનેડા અને પાપુઆ ન્યૂ ગિની ક્રમશઃ ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Embed widget