શોધખોળ કરો
Advertisement
Australian Open 2021: નોવાક જોકોવિચે ઇતિહાસ રચ્યો, રેકોર્ડ 9મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું
સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચે ઇતિહાસ રચ્યો છે. તેણે રેકોર્ડ 9 મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું છે.
નવી દિલ્હી : સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચે ઇતિહાસ રચ્યો છે. તેણે રેકોર્ડ 9 મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું છે. જોકોવિચનું આ 18 મો ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. જોકોવિચે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે શા માટે તેને વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી કહેવામાં આવે છે.
જોકોવિચે ફાઇનલમાં ડેનિયલ મેદવેદેવને 7-5, 6-2, 6-2થી હરાવીને તેની કારકિર્દીનું 18 મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો. જોકોવિચ આખી મેચ દરમિયાન તેના વિરોધી ડેનિયલ મેદવેદેવથી ઘણો આગળ દેખાયો હતો.
વિશ્વના નંબર -1 ના ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે ફાઇનલમાં ચોથી ક્રમાંકિત રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને આજે સતત બીજી વખત ચોથો ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો. ટૂર્નામેન્ટની સત્તાવાર વેબસાઇટ ,સોપન ડોટ કોમ અનુસાર, જોકોવિચે મેડવેદેવને એક કલાક અને 53 મિનિટ સુધી ચાલેલી મેચમાં સતત સેટમાં 7-5, 6-2 અને 6-2થી હરાવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion