શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં 800 ખેલાડીઓને આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યુ આ ફેડરેશન, આપશે 60 લાખ ડૉલર
ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને કહ્યું કે તે કોરોના વાયરસના પ્રકોપના કારણે હવે પીડિત થનારા ખેલાડીઓની મદદ માટે 60 લાખ ડૉલરનુ ફંડ એકઠુ કરશે
નવી દિલ્હીઃ કોરોનાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇપણ રમત રમાઇ રહી નથી, આની સીધી અસર ખેલાડીઓની આર્થિક સ્થિતિ પર પડી રહી છે. મોટી મોટી ટૂર્નામેન્ટ્સ રદ્દ થવાના કારણે ખેલાડીઓની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. હવે ખેલાડીઓને મદદ કરવા માટે આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશને મોટી પહેલ કરી છે.
ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને કહ્યું કે તે કોરોના વાયરસના પ્રકોપના કારણે હવે પીડિત થનારા ખેલાડીઓની મદદ માટે 60 લાખ ડૉલરનુ ફંડ એકઠુ કરશે.
આઇટીએફે કહ્યું કે, તે એટીપી અને ડબલ્યૂટીએની સાથે મળીને ચારેય ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ (ટેનિસ ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ ટેનિસ મહાસંઘ અને ઇંગ્લેન્ડ ક્લબ અને અમેરિકા ટેનિસ સંઘ)ના આયોજનકર્તાની સાથે મળીને ખેલાડી રાહત કાર્યક્રમ બનાવશે.
ખેલાડી રાહત કાર્યક્રમ અંતર્ગત લગભગ 800 એટીપી અને ડબલ્યૂટીએ સિંગલ્સ અને ડબલ્સ ઇવેન્ટ રમનારા ખેલાડીઓને નાણાકીય સહાયની જરૂર છે. આઇટીએફે એક નિવેદનમાં કહ્યું આ મુશ્કેલ સમયમાં ખેલાડી રાહત કાર્યક્રમ રમતની ક્ષમતાનું સકારાત્કમ પ્રદર્શન છે. એટીપી અને ડબલ્યૂટીએ ખેલાડી રાહત કાર્યક્રમનુ સંચાલન કરશે, અને બધા સાત શેરધારકો પોતાનુ આમાં યોગદાન આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion