શોધખોળ કરો

સેમી ફાઈનલમાં હાર પછી બાબરે પાકિસ્તાનની ટીમને કહ્યુંઃ કોઈ કિસી પે ઉંગલી ના ઉઠાયે, હાં હાર ગયે લેકિન.....જુઓ વીડિયો

બાબર આઝમ જ્યારે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો તો તેના ચહેરા પર પણ માયુસી હતી, પરંતુ તેને ખેલાડીઓનો હોંસલો વધાર્યો. પાકિસ્તાનના કેપ્ટને કહ્યું- દુઃખ આપણે બધાને છે, આપણે શું ખોટુ કર્યુ, ક્યાં ચૂક થઇ,

નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપમાં સેમિ ફાઇનલ પહેલા સુધી પાકિસ્તાન એકપણ મેચ હાર્યુ નથી. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલ (PAK vs AUS T20 World Cup)માં તેમનો વિજય રથ ઓસ્ટ્રેલિયાએ રોકી દીધો, અને આ સાથે જ પાકિસ્તાનનુ વર્લ્ડકપ જીતવાનુ સપનુ પણ તુટી ગયુ હતુ. આ પછી ટીમના સભ્યોને કેપ્ટન બાબર આઝમે ડ્રેસિંગ રૂમ સ્પીચ આપી જે ખરેખરમાં ઉમદા હતી. બાબરે હારનુ ઠીકરુ કોઇના પર ના ફોડ્યુ અને કહ્યું કે, ખેલાડીઓનો હોંસલો વધાર્યો હતો. પીસીબીએ આનો એક વીડિયો શેર કર્યો છે. 

બાબર આઝમ જ્યારે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો તો તેના ચહેરા પર પણ માયુસી હતી, પરંતુ તેને ખેલાડીઓનો હોંસલો વધાર્યો. પાકિસ્તાનના કેપ્ટને કહ્યું- દુઃખ આપણે બધાને છે, આપણે શું ખોટુ કર્યુ, ક્યાં ચૂક થઇ, આ કોઇ એકબીજાને નહીં કહે, કેમ કે આ બધા જાણે છે. તેને કહ્યું ખેલાડીઓને કોઇ એવુ નહીં કહે કે આ તારી ભૂલ હતી, કે તારી ભૂલથી હાર્યા. આપણે એક યૂનિટ તરીકે આપણે આપણી એકતાને જાળવી રાખવાની છે. પુરેપુરી ટીમ ખરાબ રમી, એટલે કોઇ કોઇના ઉપર આંગળી નહીં ઉઠાવે. 

બાબરે કહ્યું- હાં, આપણે હારી ગયા છીએ, પરંતુ કોઇ વાત નહીં, આપણે આ હારથી શીખીશુ અને અહીં થયેલી ભૂલોને આગળની સીરીઝ કે ટૂર્નામેન્ટમાં નહીં કરીએ. બધાએ એક વાત ધ્યાનમાં રાખવાની છે, આ ટીમ જો આપણે બનાવી છે, તે તુટવી ના જોઇએ, એકહારથી આપણી યૂનિટી તુટવી ના જોઇએ. એક પરિણામથી આના પર આંચ ના આવવી જોઇએ. પરિણામ આપણાં હાથમાં નથી પરંતુ આપણે સતત સારુ પ્રદર્શન કરવાનુ  છે, આ  પછી પરિણામ ઓટોમેટિક આવવા લાગશે. 

આઝમે ખેલાડીઓને ચેતાવણી આપી કે કોઇપણ કોઇના ઉપર આંગળી ના ઉઠાવે, હારનુ ઠીકરુ કોઇના પર ના ફોડવુ, જો કોઇને મે આવુ કરતા જોયુ કે સાંભળ્યુ તો સારુ નહીં રહે. હું તેની વિરુદ્ધ કેવો થઇ જઇશ તે બતાવવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે બાબર આઝમ અહીં હસન અલીનો બચાવ કરી રહ્યો હતો, કેમ કે તેને 19મી ઓવરમાં મેથ્યૂ વેડનો કેચ છોડેલો, અને બાદમાં મેથ્યૂ વેડે બાજી પલટી નાંખી. તેને સળંગ ત્રણ છગ્ગા ઠોકીને મેચ ઓસ્ટ્રેલિયાને જીતાડી દીધી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget