શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના આ ખેલાડીએ કરી શરમજનક રેકોર્ડની બરાબરી, જાણીને તમે પણ પેટ પકડીને હસવા લાગશો
ઉમર અકમલ વર્તમાન શ્રોણીની પ્રથમ ટી20 મેચમાં પણ ખાતું ખોલાવી શક્યો નહોતો.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના બેટ્સમેન ઉમર અકમલે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના મામલામાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન તિલકરત્ને દિલશાનની બરોબરી કરી લીધી છે. અકમલ શ્રીલંકા વિરુદ્ધ સોમવારે રમાયેલી બીજી ટી20 મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. અકમલ 84 ટી20 મેચોમાં 10મી વખત શૂન્ય પર આઉટ થયો છે. શ્રીલંકાનો દિલશાન પણ ટી20મા 10 વખત શૂન્ય પર આઉટ થયો છે. હવે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સર્વાધિક 0 બનાવવાના મામલામાં આ બંન્ને બેટ્સમેન સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાન પર છે.
ઉમર અકમલ વર્તમાન શ્રોણીની પ્રથમ ટી20 મેચમાં પણ ખાતું ખોલાવી શક્યો નહોતો. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી બંને મેચમાં અકમલ ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. શ્રીલંકન ટીમે પાકિસ્તાનને ટી20 ક્રિકેટની શ્રોણીમાં હરાવી હોય તેવો આ પ્રથમ બનાવ છે. શ્રોણીની ત્રીજી મેચ બુધવારે રમાશે. બે ગોલ્ડન ડક નોંધાવી ચૂકેલા અકમલને ત્રીજી મેચમાં રમવાની તક મળશે કે, નહીં તે રસપ્રદ બની રહેશે.
10 વખત 0 પર આઉટ થનારા દિલશાને પોતાના કરિયરમાં 80 ટી20 મેચ રમી છે. આ યાદીમાં ત્રીજુ નામ ઈંગ્લેન્ડના લ્યૂક રાઇટનું છે, જે નવ વખત શૂન્ય પર આઉટ થયો હતો. ભારતનો રોહિત શર્મા પણ છ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શૂન્ય પર આઉટ થયો હતો. તેના નામે અત્યાર સુધી 98 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ નોંધાયેલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement