શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે સૌરવ ગાંગુલીના કયા આઈડિયાને ગણાવ્યો બકવાસ ? જાણો શું કહ્યું
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર રાશિદ લતીફે કહ્યું, જેવું બિગ થ્રી (ક્રિકેટ રમતા ત્રણ મોટા દેશો) મોડલનું થયું હતું તેવું જ ગાંગુલીની પ્રસ્તાવિત ચાર દેશોની ટુર્નામેન્ટનું થઈ શકે છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર રાશિદ લતીફે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ચાર દેશોની પ્રસ્તાવિત ટુર્નામેન્ટના વિચારને બકવાસ ગણાવ્યો છે. તેણે કહ્યું, જેવું બિગ થ્રી (ક્રિકેટ રમતા ત્રણ મોટા દેશો) મોડલનું થયું હતું તેવું જ ગાંગુલીની પ્રસ્તાવિત ચાર દેશોની ટુર્નામેન્ટનું થઈ શકે છે.
લતીફે તેની યુટ્યૂબ ચેનલ પર કહ્યું, આ પ્રકારની ટુર્નામેન્ટ રમીને ચાર દેશો બીજા સભ્ય દેશોને અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે. જે સારો વિચાર નથી. મને લાગે છે કે આ મોડલ ફ્લોપ રહેશે.
સૌરવ ગાંગુલીએ બે દિવસ પહેલા જ કહ્યું હતું, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને અન્ય ટોપ ટીમ 2021માં સુપર સીરિઝ રમશે અને તેની પ્રથમ સીઝનમાં ભારતમાં રમાશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ તથા અન્ય અધિકારીઓએ ઈસીબીના અધિકારીઓ સાથે લંડનમાં મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ગાંગુલીએ કહ્યું, ઈસીબી સાથે અમારા ઘણા સારા સંબંધ છે અને બેઠક સફળ રહી છે.
આ પહેલા આઈસીસીના ફ્યૂચર ટૂર પ્રોગ્રામ અંતર્ગત વર્ષ 2023થી 2031 સુધી તમામ ટોપ ટીમ વચ્ચે વર્ષમાં એક મુખ્ય પ્રસ્તાવિત પ્રવાસ હતો. પરંતુ તેને લઈ હાલ કોઈ સંભાવના જોવા મળી રહી નથી. ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ આઈસીસીના ફ્યૂચર ટૂર પ્રોગ્રામનો વિરોધ કર્યો હતો. હાલ આઈસીસી કોઈપણ દેશને ત્રણથી વધારે ટીમોની ટુર્નામેન્ટના આયોજનને મંજૂરી આપતું નથી.
PM મોદીએ લખનઉમાં વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યુ અનાવરણ, જાણો વિગત
ઓછા ધારાસભ્યોથી કેવી રીતે સરકાર બનાવી શકાય તે શરદ પવારે બતાવ્યુઃ ઉદ્ધવ ઠાકરે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement