શોધખોળ કરો
પાકિસ્તાનના આ સ્ટાર ક્રિકેટરનું એકાઉન્ટ હેક, બધા ફોટા ડિલીટ કર્યા બાદ હેકરે લખ્યુ 'યે બિકાઉ હૈ'......
આ વખતે આનો શિકાર પાકિસ્તાન સ્ટાર બેટ્સેમને ફખર જમાન બન્યો છે. હેકરે તેની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલને હેક કરી લીધી છે અને બે દિવસ વિત્યા છતાં પણ ફ્રી નથી કરી
લાહોરઃ પાકિસ્તાનના ઓપનર અને સ્ટાર બેટ્સમેન ફખર જમાનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે. હેકરે ફખર જમાનનું ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલમાંથી તેના બધા ફોટા ડિલીટ કરી દીધા છે અને સાથે એવું પણ લખી દીધુ છે કે, 'યે ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ બિકાઉ હૈ'.....
મીડિયામાં અવારનવાર સેલિબ્રિટીઝની પ્રૉફાઇલ હેક થવાના સમાચાર આવતા રહે છે. આ વખતે આનો શિકાર પાકિસ્તાન સ્ટાર બેટ્સેમને ફખર જમાન બન્યો છે. હેકરે તેની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલને હેક કરી લીધી છે અને બે દિવસ વિત્યા છતાં પણ ફ્રી નથી કરી.
ફખર જમાનનું એકાઉન્ટ હેક થયા બાદ તેના સાથી ખેલાડી શાહીન આફ્રિદીને ઇન્સ્ટાગ્રામ પર ટેગ કરીને એક ટ્વીટ કરવામાં આવ્યુ કે પાકિસ્તાનની શાન અને ક્રિકેટ ખેલાડી ફખર જમાનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેત થઇ ગયુ છે. તે એક વેરિફાઇડ એકાઉન્ટ છે. તેને કેટલાય લોકો ફોલૉ કરી રહ્યાં છે, શું તમે તેની મદદ કરી શકો છો.
ખાસ વાત છે કે, પ્રૉફાઇલમાં ફખર જમાનની કોઇપણ તસવીર નથી દેખાઇ રહી. કેટલીત તસવીરો અલગથી જરૂર અપલૉડ કરવામાં આવી છે. એક તસવીરના કેપ્શનમાં લખ્યુ છે કે, યે એકાઉન્ટ બિકાઉ હૈ....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement