સના મીર 100 આંતરરાષ્ટ્રીય T20 રમનારી પ્રથમ એશિયન મહિલા ક્રિકેટર બની ગઈ છે. કરાચીમાં વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ સામે રમાયેલી ત્રીજી મેચમાં સના મીરે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આંતરરાષ્ટ્રીય કરિયરની 100મી ટી20 મેચમાં તેણે 21 રન આપીને 2 વિકેટ લઈ પોતાની ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
2/3
લાહોરઃ પાકિસ્તાનની જાણીતી મહિલા ક્રિકેટર તથા પૂર્વ કેપ્ટન સના મીરે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે રેકોર્ડ લિસ્ટમાં સામેલ થવાની સાથે જ ભારતના દિગ્ગજ ક્રિકેટર-પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને હિટમેન રોહિત શર્માની સાથે તેના જ દેશના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને પણ પાછળ રાખી દીધો છે.
3/3
પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સના મીરે 2009માં આયર્લેન્ડ સામે T20માં ડેબ્યૂ કર્યા બાદ ઇજાના કારણે માત્ર બે જ મેચો ગુમાવી છે. શાહિદ આફ્રિદીએ 99, મહેન્દ્ર સિંહ ધોની અને ભારતની મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે 93-93 અને રોહિત શર્માએ 89 ટી20 મેચ રમી છે.