Paris Paralympics 2024: ભારતીય પેરા તીરંદાજ સરિતા કુમારી અને શીતલ દેવી ખિતાબની રેસમાંથી બહાર
Paris Paralympics 2024: ભારતે શનિવારે પેરાલિમ્પિક્સમાં તીરંદાજીમાં નિરાશાનો સામનો કરવો પડ્યો કારણ કે સરિતા કુમારીનું શાનદાર પ્રદર્શન ક્વાર્ટર ફાઈનલમાં સમાપ્ત થયું, જ્યારે શીતલ દેવી કમ્પાઉન્ડ મહિલા ઓપન કેટેગરીમાં છેલ્લા-16 તબક્કામાંથી બહાર થઈ ગઈ.
Paris Paralympics 2024: ભારતે શનિવારે પેરાલિમ્પિક્સમાં તીરંદાજીમાં નિરાશાનો સામનો કરવો પડ્યો કારણ કે સરિતા કુમારીનું શાનદાર પ્રદર્શન ક્વાર્ટર ફાઈનલમાં સમાપ્ત થયું, જ્યારે શીતલ દેવી કમ્પાઉન્ડ મહિલા ઓપન કેટેગરીમાં છેલ્લા-16 તબક્કામાંથી બહાર થઈ ગઈ.
ફરિદાબાદની નવમી ક્રમાંકિત સરિતાએ પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રભુત્વ જમાવ્યું હતું પરંતુ ટોચની ક્રમાંકિત તુર્કીની ઓઝનુર ક્યોર ગિર્ડીએ અંતિમ આઠમાં તેના મેડલ જીતવાના સ્વપ્નને રોળી નાખ્યું. ઓઝનૂરે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 720 પોઈન્ટમાંથી 704 પોઈન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ત્રણ પરફેક્ટ 10 નો સ્કોર બનાવીને બીજા રાઉન્ડ પછી સરિતા સામે પાંચ પોઈન્ટની સારી લીડ લીધી.
ઓઝનુરે બીજા રાઉન્ડમાં 30નો સ્કોર કર્યા બાદ પાંચ પોઈન્ટની જંગી લીડ મેળવી હતી. સરિતાએ ત્રીજા અને ચોથા રાઉન્ડમાં 10 પોઈન્ટના પાંચ શોટ સાથે બાઉન્સ બેક કર્યું પરંતુ તે ઓઝનૂરથી ચાર પોઈન્ટ દૂર રહી. સરિતા પાંચમા રાઉન્ડમાં ઓઝનૂરના 29ની સરખામણીમાં માત્ર 28 પોઈન્ટ જ બનાવી શકી હતી.
આ પહેલા આ ખેલાડીએ એકતરફી મેચમાં ઈટાલીની એલિયોનોરા સર્ટીને 141-135થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. સરિતાએ માત્ર એક પોઈન્ટ ગુમાવીને ચાર પોઈન્ટ મેળવ્યા હતા. આ પછી તેણે પાછળ વળીને જોયું નહીં અને પછી તેની લીડ વધારીને પાંચ પોઈન્ટ કરી હતી. આમાં તેણે સેન્ટર પાસે શોટ માર્યો હતો. જ્યારે તેમનાથી ઉચી રેન્કીંગવાળી હરીફ ઇટાલીએ બે વખત 10 પોઇન્ટ મેળવ્યા હતા. પરંતુ સરિતાએ નિયંત્રણ જાળવી રાખ્યું અને જીતી ગઈ.સરિતાએ પ્રથમ રાઉન્ડની મેચમાં મલેશિયાની નૂર જન્નત અબ્દુલ જલીલને 138-124થી પરાજય આપ્યો હતો.
બધાની નજર જમ્મુ-કાશ્મીરની 17 વર્ષની શીતલ પર હતી. 703નો સ્કોર કરીને તેણે અગાઉના 698ના વર્લ્ડ રેકોર્ડને બહેતર બનાવ્યો હતો. છેલ્લા 16 રાઉન્ડમાં તેને બાય મળ્યો હતો.
શીતલ ફોકોમેલિયા સિન્ડ્રોમ નામની દુર્લભ જન્મજાત વિકૃતિ સાથે જન્મી હતી જેણે તેના અંગો અવિકસિત રહી ગયા હતા. શીતલે પહેલો સેટ 29-28થી જીત્યો હતો પરંતુ ચિલીની તીરંદાજે 27-26થી જીત મેળવીને બીજો સેટ બરાબરી કરી લીધો હતો. ત્યારપછીના આઠ તીરોમાં ક્લોઝ હરીફાઈ હતી જેમાં ચિલીની તીરંદાજ મારિયાનાએ છેલ્લા તીરમાં નવ પોઈન્ટ મેળવ્યા હતા અને શીતલને પાછળ છોડી દીધી હતી જે આઠ પોઈન્ટ મેળવ્યા બાદ એક પોઈન્ટથી પાછળ રહી ગઈ.
આ પણ વાંચો...