શોધખોળ કરો
Advertisement
Pics: સગાઈ બાદ અભિનેત્રી નતાશા સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, પહેલીવાર સામે આવી તસવીર
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરીને બધાંને ચોંકાવી દીધા હતાં. હવે આ કપલની એક રોમેન્ટિક તસવીર સામે આવી
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરીને બધાંને ચોંકાવી દીધા હતાં. હવે આ કપલની એક રોમેન્ટિક તસવીર સામે આવી છે. આ તસવીરમાં હાર્દિક અને નતાશા એકબીજાની બહુ નજીક જોવા મળ્યા હતા અને ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં હતાં. હાલ આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ તસવીરને નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ચાહકો સાથે શેર કરી હતી. સોશિયલ મીડિયા પર સ્ટાર્સની આ તસવીર વાયરલ થઈ હતી. આ સાથે બોલ્ડ અદાઓ માટે પ્રખ્યાત નતાશાએ સગાઈ બાદ પોતાની હોટ તસવીરો પણ ચાહકો માટે શેર કરી હતી.
આ તસવીરોમાં નતાશા સ્વિમશૂટ પહેરીને પૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, હાર્દિક પહેલા નતાશા અને અભિનેતા અલી ગોની બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. નતાશા અને અલી ગોની નચ બલિએમાં એકસાથે જોવા મળ્યાં હતાં.
બિગ બોસમાં એન્ટ્રી બાદ નતાશા સૌથી વધુ ફેમસ થઈ હતી. ત્યાર બાદ નતાશા પોતાની બોલ્ડનેસને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. નતાશા હાર્દિક કરતાં ઉંમરમાં એક વર્ષ મોટી છે. હાર્દિક પંડ્યાની ઉંમર 26 વર્ષ અને નતાશાની ઉંમર 27 વર્ષ છે.
બન્નેના રિલેશન અંગે કોઈને પણ ખબર પડી નહોતી એવામાં નવા વર્ષમાં જ બન્નેએ ગુડ ન્યુઝ આપ્યા હતાં જે જોઈને ચાહકો ચોંકી ગયા હતાં.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
સ્પોર્ટ્સ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion