PKL 2021-22: પહેલા હાફમાં પછડાયા બાદ પટના પાયરેટ્સે બંગાળ વૉરિઅર્સને આપી માત, જાણો વિગતે
મોનૂ ગોયત (Monu Goyat)એ આ મેચમાં 7 પૉઇન્ટ વાળા સુપર રેડ (Super Raid)ની સાથે 15 પૉઇન્ટ હાંસલ કર્યા. જ્યારે મનિન્દર સિંહ (Maninder Singh) એ 12 પૉઇન્ટ હાંસલ કર્યા
Pro Kabaddi league Season 8, શુક્રવારે શેરાટૉન ગ્રાન્ડ વ્હાઇટફિલ્ડમાં રમાયેલી પ્રૉ કબડ્ડી લીગ સિઝન 8ની 24મી મેચમાં જબરદસ્ત ટક્કર જોવા મળી, આ મેચમાં પટના પાયરેટ્સ (Patna Pirates)એ બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors)ને 44-30 થી હરાવી દીધુ. પટનાની ટીમે આ મેચમાં 14 સફળ ટેકલ કર્યા. આ જીતની સાથે પટના પાયરેટ્સ બીજા નંબર પર પહોંચી ગઇ.
મોનૂ ગોયત (Monu Goyat)એ આ મેચમાં 7 પૉઇન્ટ વાળા સુપર રેડ (Super Raid)ની સાથે 15 પૉઇન્ટ હાંસલ કર્યા. જ્યારે મનિન્દર સિંહ (Maninder Singh) એ 12 પૉઇન્ટ હાંસલ કર્યા. અમિત નરવાલ (Amit Narwal)એ પોતાના હાઇ 5 પુરા કર્યા. પહેલા હાફમાં પટનાની ટીમ 5 પૉઇન્ટ પાછડાઇ ગઇ હતી. પરંતુ બીજા હાફમાં પાયરેટ્સની સુનામીએ બંગાળ વૉરિઅર્સને ઘણી પાછળ પાડી દીધી હતી. પટના પાયરેટ્સની આ સિઝનમાં ત્રીજી જીત છે, જ્યારે તેની ચાર મેચો બાદ 16 પૉઇન્ટ થઇ ગયા છે.
પ્રૉ કબડ્ડી લીગ 2021ની તમામ ટીમો -
દબંગ દિલ્હી (Dabang Delhi)
ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)
હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers)
જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers)
પટના પાઇરેટ્સ (Patna Pirates)
બંગાળ વૉરિએર્સ (Bengal Warriors)
બેંગ્લુરુ બુલ્સ (Bengaluru Bulls)
પુણેરી પલ્ટન (Puneri Paltan)
તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas)
તેલુગુ ટાઇટન્સ (Telugu Titans)
યુપી યોદ્ધા (UP Yoddha)
યૂ મુમ્બા (U Mumba)
આ પણ વાંચો-------
India Corona Cases: નવા વર્ષે જ કોરોનાએ લીધો ભરડો, 22 હજારથી વધુ કેસ અને 406 લોકોના મોતથી ફફડાટ
ભારતના આ રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા
India vs South Africa: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે આ ગુજરાતી બોલરને વાઇસ કેપ્ટન બનાવાયો