થલાઈવાઝના કેપ્ટન અજય ઠાકુરે કુલ 12 અંક મેળવ્યા જેમાં 9 રેડ પોઈન્ટ હતા જ્યારે 3 બોનસ પોઈન્ટ. પ્રશાંત કુમાર રાયે યૂપી માટે સૌથી વધારે 8 પોઈન્ટ મેળવ્યા હતા જેમાં 7 રેડ અંક અને એક બોનસ પોઈન્ટ હતો.
2/3
યૂપીની જીતનું કારણ તેમનું ડિફેંસ રહ્યું હતું. વિજેતા ટીમે 10 ટેબક અંક મેળવ્યા જ્યારે થલાઈવાઝે 5 ટેબલ અંક પોતાના ખાતામાં કર્યા હતા. અટેકમાં થલાઈવાઝની ટીમ આગળ રહી અને તેણે 23 રેડ અંક મેળવ્યા હતા તો યૂપીએ 18 રેડ અંક મેળવ્યા હતા. યૂપીની જીતની મોટુ કારણ 5 અન્ય પોઈન્ટ રહ્યા હતા.
3/3
નવી દિલ્હી: યૂપી યૌદ્ધાએ સોમવારે જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગ છઠ્ઠી સીઝનમાં રોચક મુકાબલામાં તમિલ થલાઈવાઝને 37-32થી હરાવ્યું હતું. યૂપીએ શરૂઆતથી જ મેચમાં પોતાની પકડ મજબૂત રાખી હતી પરંતું બીજા હાફમાં થલાઈવાઝે મજબૂત વાપસી કરી હતી, પરંતુ તેઓ પોતાની હારને ટાળી ના શક્યા અને નજીક આવી જીતથી ચૂકી ગયા.