આ છે સિઝનનો સૌથી ઉંમરલાયક કબડ્ડી ખેલાડી, આઠમી સિઝનમાં પણ રમતો દેખાશે, જાણો વિગતે
આઠમી સિઝનમાં પ્રૉ કબડ્ડી લીગમાં ધર્મરાજ ચેરલાથન રમી રહ્યો છે. ધર્મરાજ ચેરલાથનની ઉંમર 46 વર્ષની છે અને તે સિઝનનો સૌથી વધુ ઉંમરવાળો ખેલાડી છે.
Pro Kabaddi League: પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝન 22 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહી છે. આ સિઝનમાં ઘણાબધા ખેલાડીઓ મેદાનમાં કબડ્ડી કબડ્ડીની બૂમો પાડતા દેખાશે. પરંતુ આ બધાની વચ્ચે એક મોટી વાત એ સામે આવી છે કે, એક ખેલાડી એવો પણ છે જે 46 વર્ષની ઉંમરે યુવાઓની વચ્ચે કબડ્ડી કબડ્ડીની બૂમો પાડતો દેખાશે.
આઠમી સિઝનમાં પ્રૉ કબડ્ડી લીગમાં ધર્મરાજ ચેરલાથન રમી રહ્યો છે. ધર્મરાજ ચેરલાથનની ઉંમર 46 વર્ષની છે અને તે સિઝનનો સૌથી વધુ ઉંમરવાળો ખેલાડી છે. આ લિસ્ટમાં ધર્મરાજની સાથે ઘણા બધા ખેલાડીઓ છે જેની ઉંમર વધુ છે, પરંતુ ધર્મરાજ સૌથી વધુ ઉંમર વાળો ખેલાડી છે.
કોણ છે ધર્મરાજ ચેરલાથન---
21 એપ્રિલ 1975માં થન્ઝાવુર (તામિલનાડુ) માં જન્મેલો ધર્મરાજ જયપુર પિન્ક પેન્થર્સનો ખેલાડી છે. અત્યાર સુધી તેને સાતેય પ્રૉ કબડ્ડી લીગ સિઝન રમી છે. ધર્મરાજ 46 વર્ષનો છે અને છેલ્લા બે દાયકાથી કબડ્ડી રમી રહ્યો છે. પ્રૉ કબડ્ડી લીગમાં અત્યાર સુધી 302 પૉઇન્ટ હાંસલ કરી ચૂક્યો છે. તે ચોથી સિઝનની વિજેતા રહેલી પટના પાયરેટ્સનો પણ ભાગ રહ્યો હતો.
આ પણ વાંચો--
ગુજરાતમાંથી ફરી ઝડપાયુ ડ્રગ્સ, છની ધરપકડ, જાણો કોણ છે આ લોકો?
Rajkot : સ્કૂલના 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શિક્ષણ વિભાગ અને RTO થયું દોડતું
India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની શું છે સ્થિતિ