(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાંથી ફરી ઝડપાયુ ડ્રગ્સ, છની ધરપકડ, જાણો કોણ છે આ લોકો?
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો પર્દાફાશ થયો છે. મળતી જાણકારી અનુસાર જ ગુજરાત ATS અને ઈંડિયન કોસ્ટ ગાર્ડે જખૌના દરિયા કિનારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
અમદાવાદઃ પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો પર્દાફાશ થયો છે. મળતી જાણકારી અનુસાર જ ગુજરાત ATS અને ઈંડિયન કોસ્ટ ગાર્ડે જખૌના દરિયા કિનારેથી 400 કરોડની કિંમતનું 77 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. બોટ સાથે 6 માછીમારો પણ ઝડપાયા હતા. પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાંથી ડ્રગ્સ લવાતુ હતું. ઈંડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.
દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલા હેરોઈનનો 77 કિલોનો જથ્થો જપ્ત કરાયો છે. જેની અંદાજીત કિંમત 400 કરોડ રૂપિયા થાય છે. સાથે જ 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઇ છે. પાકિસ્તાનની બોટમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હતી. માહિતી મળતાની સાથે જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 'અલ હુસેની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી જેની તપાસ કરતા તેમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરાઇ રહી છે.
Indian Coast Guard, in a joint operation with Gujarat ATS, has apprehended a Pakistani fishing boat 'Al Huseini' with 6 crew in Indian waters carrying 77 kgs of heroin worth approximately Rs 400 crores: PRO Defence, Gujarat
— ANI (@ANI) December 20, 2021
આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ કેસમાં બરબાદ થતા યુવાધનને અટકાવવા માટે પણ સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યુ કે યુવાધનનું ભવિષ્ય ન બગડે તે માટે ડ્રગ્સ કેસમાં કન્ઝ્યુમરને એક તક આપવા સરકાર તૈયાર છે. ડ્રગ્સનું સેવન કરતા હોય તેવા લોકોને સાચા રસ્તે વાળવા માટે સરકાર કામગીરી કરવા માંગે છે.
પેપરલીક કાંડમાં થયો મોટો ખુલાસો, આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર થયું હતું લીક