PKL 2021 : આજે જયપુર પિન્ક પેન્થર્સ અને દબંગ દિલ્હી વચ્ચેની મેચ ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે, જાણો વિગતે
દબંગ દિલ્હીની આ સિઝન લાજવાબ રહી, ટીમે 15માંથી 9 મેચ જીતીને પહેલા નંબર પર જગ્યા બનાવી લીધી છે.
PKL 2021 Jaipur Pink Panthers vs Dabang Delhi Live Streaming: પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝનની આજે 90મી મેચમાં બે દમદાર ટીમો આમને સામને ટકરાશે. એકબાજુ જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers) છે તો બીજીબાજુ દબંગ દિલ્હી (Dabang Delhi).
ખાસ વાત છે કે દબંગ દિલ્હીની આ સિઝન લાજવાબ રહી, ટીમે 15માંથી 9 મેચ જીતીને પહેલા નંબર પર જગ્યા બનાવી લીધી છે. વળી જયપુર પિન્ક પેન્થર્સે આ સિઝનમાં એવરેજ પરફોર્મન્સ કર્યુ, ટીમ ટૉપ -6થી અંદર બહાર થતી દેખાઇ રહી છે. હાલ આ ટીમ 14 મેચમાં 6 જીત અને 6 હાર બાદ 40 પૉઇન્ટની સાથે 9માં સ્થાન પર ખસકી ગઇ છે. જોકે, 10 જાન્યુઆરીએ રમાયેલી મેચમાં પિન્ક પેન્થર્સ દબંગો પર ભારે પડી હતી. પેન્થર્સે આ મેચ 30-28થી જીતી લીધી હતી. આ બન્ને ટીમોની ટક્કર ક્યાંથી અને ક્યારે લાઇવ જોઇ શકાશે. જાણો ડિટેલ્સ...........
પ્રૉ કબડ્ડી લીગ 2022- લાઇવ ટેલિકાસ્ટની વિગત................
1. પ્રૉ કબડ્ડી લીગમાં જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers) અને દબંગ દિલ્હી (Dabang Delhi)ની મેચ ક્યારે છે ?
આ મેચ આજે (3 ફેબ્રુઆરી) સાંજે 07.30 વાગે છે.
2. મેચ ક્યાં રમાશે ?
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે.
3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે.
4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.
આ પણ વાંચો........
Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત
મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ
MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક
RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો
BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે