શોધખોળ કરો
2011 વર્લ્ડ કપ ફિક્સિંગ કેસમાં કુમાર સંગાકારાની 5 કલાક પૂછપરછ, લોકોએ કર્યું પ્રદર્શન
2011ના વિશ્વ કપ ફાઈનલમાં હારનારી શ્રીલંકાની ટીમના કેપ્ટન કુમાર સંગાકારાની રમત મંત્રાલયના પોલીસ યુનિટમાં ગુરૂવાર પાંચ કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી.
![2011 વર્લ્ડ કપ ફિક્સિંગ કેસમાં કુમાર સંગાકારાની 5 કલાક પૂછપરછ, લોકોએ કર્યું પ્રદર્શન protest staged in sri lanka as kumar sangakkara grilled for more than 5 hours 2011 વર્લ્ડ કપ ફિક્સિંગ કેસમાં કુમાર સંગાકારાની 5 કલાક પૂછપરછ, લોકોએ કર્યું પ્રદર્શન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/03012453/kumar-sangakkara.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2011ના વિશ્વ કપ ફાઈનલમાં હારનારી શ્રીલંકાની ટીમના કેપ્ટન કુમાર સંગાકારાની રમત મંત્રાલયના પોલીસ યુનિટમાં ગુરૂવાર પાંચ કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ એ નિવેદન પર કરવામાં આવી જેમાં મેચ ફિક્સ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એવામાં આજે જે સમયે સાંગાકારની પુછપરછ થઈ રહી હતી એજ સમયે રમત મંત્રાલયના કાર્યાલયની બિહાર વિરોધ કરવામાં આવ્યો હતો.
સમાગી જન બાલાવેગયાની યુવા શાખા, જેમણે વિરોધ પ્રદર્શન કર્યું તેમણે કહ્યું કે પ્રદર્શન, મેચ ફિક્સિંગના આરોપ પર કુમાર સાંગાકાર અને અન્ય ક્રિકેટરોના સતત ઉત્પીડનની વિરૂદ્ધમાં કરવામાં આવી રહ્યું છે.
પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર સજીથ પ્રેમદાસાએ પણ તપાસની વિરૂદ્ધમાં ટ્વિટ કર્યું હતું.
રમત મંત્રાલયે શ્રીલંકા અને ભારત વચ્ચે 2011ના વિશ્વ કપ ફાઈનલમાં પૂર્વ ખેલ મંત્રી મહિંદાનંદા અલુથગામગે દ્વારા લગાવવામાં આવેલા આરોપ બાદ તપાસ શરૂ કરી. 18 જૂને અલુથગામગેએ કહ્યું હતું કે 2011 ક્રિકેટ વિશ્વકપ ફિક્સ કરવામાં આવ્યો હતો.
નિવેદનનોને પહેલાથી જ રાષ્ટ્રીય ચયન સમિતિના પૂર્વ અધ્યક્ષ અરવિંદા ડી સિલ્વા અને શ્રીલંકાના બેટ્સમેન ઉપુલ થરંગા પાસે નોંધાવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2011 વિશ્વ કપ બાદ જ સંગાકારાએ કેપ્ટનશીપ છોડી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)