શોધખોળ કરો
...તો શું 2019ની લોકસભા ચૂંટણી લડશે પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ?
1/3

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડ પ્રવાસમાં સર્વશ્રેષ્ઠ ટીમ સંબંધી નિવેદન પર પૂર્વ સુકાની રાહુલ દ્રવિડ પોતાના મત વ્યક્ત કર્યો હતો. દ્રવિડે શુક્રવારે કહ્યું હતું કે મારે માટે એ મહત્વનું નથી કે કોણ સર્વશ્રેષ્ઠ છે અને કોણ નથી કારણ કે હાલ વધારે મહત્વપૂર્ણ એ છે કે ટીમે તેમાંથી શું બોધપાઠ લીધો છે અને આગળ કેવી રીતે વધવાનું છે.
2/3

દ્રવિડે હસતા હસતા કહ્યું હતું કે, કોઈએ મારો સંપર્ક કર્યો નથી અને મને રાજનીતિમાં આવવામાં કોઈ રસ પણ નથી. ભારતના ઘણા ક્રિકેટરો રાજનીતિમાં ઉતર્યા છે પણ એક જમાનામાં ફેબ ફાઇવ નામથી પ્રખ્યાત રહેલા સચિન તેંડુલકર, દ્રવિડ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને સેહવાગે અટકળો છતા પોતાને રાજનીતિથી દૂર રાખ્યા છે. જોકે ગાંગુલી ક્રિકેટ પ્રશાસનમાં સામેલ થઈ ગયો છે. હાલ તે બંગાળ ક્રિકેટ એસોસિયેશનનો અધ્યક્ષ છે.
Published at : 22 Sep 2018 08:09 AM (IST)
View More




















