શોધખોળ કરો
Advertisement
આજે ભારત-પાકિસ્તાન હાઈવોલ્ટેજ મુકાબલો, આ કારણે મેચ રોકાઈ શકે છે? જાણો કારણ
ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડે તેવી સંભાવના છે. રવિવારે માનચેસ્ટરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોરે વરસાદ થશે તેવી સંભાવના છે.
નવી દિલ્હી: વર્લ્ડકપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે માન્ચેસ્ટર જંગ જામશે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ક્યારેય ન હારવાના રેકોર્ડ સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. ભારત પાક મેચને લઈ ક્રિકેટપ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ છે. આજની મેચમાં વરસાદની પણ શકયતા છે.
હવામાન વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડે તેવી સંભાવના છે. રવિવારે માનચેસ્ટરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોરે વરસાદ થશે તેવી સંભાવના છે. જેના કારણે મેચમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે.
બ્રિટિશ હવામાન વિભાગ અનુસાર, અઠવાડીયાના અંત સુધીમાં માનચેસ્ટરમાં વાતાવરણ આજ પ્રકારનું રહેશે. આમ તો રવિવારે વરસાદની સંભાવના પણ છે. જોકે, વરસાદ બાદ હવામાન સાફ થઈ શકે છે. વરસાદના સમયે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.
વેધર રિપોર્ટ અનુસાર, શુક્રવારે માનચેસ્ટરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને તાપમાન 13 ડિગ્રી આસપાસ રહ્યું હતું. આ દરમિયાન 63 ટકા ભેજ રહ્યો હતો અને 14 કિમી પ્રતિકલાકની સ્પીડે પવન ફૂંકાતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
દુનિયા
Advertisement