શોધખોળ કરો
ગૌતમે રાજસ્થાન રોયલ્સને અશક્ય લાગતી જીત કઈ રીતે અપાવી, મુંબઈ ઈન્ડિયન્સના ક્યા બોલર્સને ધોઈ નાંખ્યા?
1/6

રાજસ્થાન રોયલ્સે છેલ્લી ઓવરમાં જીતવા માટે 10 રન કરવાના હતા. પહેલા બોલે આર્ચર આઉટ થયો પણ બેટ્સમેન ક્રોસ થયા હોવાથી ગૌતમ સ્ટ્રાઈક પર આવ્યો. તેણે બીજા બોલે ચોગ્ગો ઠોક્યો. ત્રીજો બોલ ખાલી ગયો ને ચોથા બોલે તેણે સિક્સર ઠોકીને ટીમને જીતાડી દીધી. ગૌતમે તેની ઈનિંગ્સમાં 4 ચોગ્ગા ને 2 સિક્સર ફટકારી.
2/6

રાજસ્થાન રોયલ્સની ઈનિંગ્સની 19મી ઓવર બૂમરાહે નાંખેલી. આ ઓવરના પહેલા બે બોલ આર્ચર રમેલો. તેમાં એક નો બોલ હતો. આર્ચરે નો બોલના રન સહિત 8 રન લીધેલા. એ પછીના બોલે ગૌતમે બે રન લીધા ને પછી ચોગ્ગો ઠોકી દીધો. પછીનો બોલ ખાલી ગયો પણ છેલ્લા બોલે ગૌતમે ચોગ્ગો ઠોકી કસર પૂરી કરી દીધી.
Published at : 23 Apr 2018 10:18 AM (IST)
View More




















