પરંતુ સૌરાષ્ટ્રના ઓપનર હાર્વિક દેસાઇ અને સ્નેલ પટેલે પ્રથમ વિકેટ માટે 132 રનની ભાગીદારી કરી મેચ પર પકડ બનાવી હતી. હાર્વિક દેસાઇએ બીજી ઈનિંગમાં 116 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 236 રનના સ્કોર પર ચોથી વિકેટ પડ્યા બાદ ચેતેશ્વર પૂજારાએ અણનમ 67 રન અને શેલ્ડન જેક્સને 73 રનની નોટ આઉટ ઈનિંગ રમતાં સૌરાષ્ટ્રને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.
2/4
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ ચેતેશ્વર પૂજારાનું બેટ શાંત થઈ રહ્યું નથી. ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ તેણે સૌરાષ્ટ્ર તરફથી રમતાં શાનદાર પ્રદર્શન કરીને ટીમે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડીને ઇતિહાસ રચ્યો હતો.
3/4
સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધારે રેન ચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. લખનઉમાં રમાયેલી બીજી ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમે 4 વિકેટના નુકસાન પર 372 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ પહેલા રણજી મેચમાં સૌથીવધારે રન ચેઝનો રેકોર્ડ આસામના નામે હતો. 2009માં આસામે 371 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
4/4
ઉત્તર પ્રદેશની ટીમે પ્રથમ ઈનિંગમાં રિંકુ સિંહના 150 રનની મદદથી 385 રન બનાવ્યા હતા. જયદેવ ઉનડકટે 5 વિકેટ લીધી હતી. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઈનિંગમાં 208 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. સૌરાષ્ટ્ર તરફથી હાર્વિક દેસાઇએ 84 રનની ઈનિંગ રમી હતી. યુપી તરફથી યશ દયાળે 4 વિકેટ ઝડપી હતી. ઉત્તર પ્રદેશની ટીમ બીજી ઈનિંગમાં 194 રનમાં ઓલઆઉટ થતાં સૌરાષ્ટ્રને મેચ જીતવા 372 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.