શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ રાશિદખાનને આપેલું લકી બેટ ક્યો ક્રિકેટર ચોરી ગયો? જાણો રસપ્રદ વિગત
વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની પહેલી મેચમાં રાશિદખાને માત્ર 11 બોલમાં 27 રન ઝૂડીને અફઘાનિસ્તાનને 200 રનનો સ્કોર પાર કરાવ્યો હતો. રાશિદખાને તેની બેટિંગ વિશે બહુ રસપ્રદ ઘટસ્ફોટ કર્યો છે
નવી દિલ્લીઃ ઈંગ્લેન્ડમાં અત્યારે વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની પહેલી મેચમાં રાશિદખાને માત્ર 11 બોલમાં 27 રન ઝૂડીને અફઘાનિસ્તાનને 200 રનનો સ્કોર પાર કરાવ્યો હતો. રાશિદખાને તેની બેટિંગ વિશે બહુ રસપ્રદ ઘટસ્ફોટ કર્યો છે.
રાશિદખાનને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેટલીક બેટિંગ ટિપ્સ આપી હતી. એ પછી તેની બેટિંગમાં જોરદાર સુધારો થયો. વિરાટ કોહલીએ રાશિદખાનને એક બેટ પણ ભેટમાં આપ્યું હતું. આ બેટથી બેટિંગ કરતાં રાશિદખાને આયર્લેન્ડ સામે જોરદાર બેટિંગ કરી હતી.
રાશિદખાનની આ બેટિંગ પછી વિરાટે આપેલું તેનું બેટ ચોરાઈ ગયું હતું. રાશિદે ઘટસ્ફોટ કર્યો છે કે, આ ચોરી બીજા કોઈએ નહીં પણ તેના કેપ્ટન અસગર અફઘાને જ કરી હતી. અફઘાને પોતે આ કબૂલાત કરી. રાશિદ ઈચ્છે છે કે, અફઘાન આ બેટથી સારી બેટિંગ ના કરી શકે કે જેથી તેને વિરાટે આપેલું બેટ પાછું મળી જાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement