શોધખોળ કરો

....તો આ કારણે છીનવાઈ શકે છે ભારતીય ટીનમા મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની ખુરશી?

BCCIના એક અધિકારીએ કહ્યું કે, જો શાસ્ત્રીને નિયુક્ત કરનારી સમિતિના સભ્યોમાં હિતોનો ટકરાવ નોંધવામાં આવશે તો શાસ્ત્રીને મુખ્ય કોચની પ્રક્રિયામાંથી ફરી એકવાર પસાર થવું પડશે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગીના મુદ્દે હવે તપાસ થઈ શકે છે અને જો તપાસમાં હિતોના ટકરાવનો મુદ્દો સાબિત થાય તો ફરીથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ફરીથી ટીમના કોચની નિમણૂક કરી શકે છે. બીસીસીઆઈના એથિક્સ ઓફિસર ડી. કે. જૈને શનિવારે કપિલ દેવના વડપણ હેઠળની ક્રિકેટ સલાહકાર સમિતિ(સીએસી)ને હિતોના ટકરાવના સંબંધમાં નોટિસ મોકલી છે. BCCIના એક અધિકારીએ કહ્યું કે, ‘જો શાસ્ત્રીને નિયુક્ત કરનારી સમિતિના સભ્યોમાં હિતોનો ટકરાવ નોંધવામાં આવશે તો શાસ્ત્રીને મુખ્ય કોચની પ્રક્રિયામાંથી ફરી એકવાર પસાર થવું પડશે. ફરી વખત એક નવી સમિતિનું ગઠન કરવામાં આવશે અને નવા રજિસ્ટર્ડ BCCI સંવિધાનને ધ્યાનમાં રાખી આથી પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવશે, કારણ કે, બંધારણ સ્પષ્ટપણે એવું કહે છે કે, માત્ર એક CAC જ ભારતીય ટીમના મુખ્ય કોચને નિયુક્ત કરી શકે છે.’ અધિકારીએ આગળ કહ્યું કે, મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યૂ.વી રમનની સાથે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થઈ શકે છે કારણ કે, તેમણે જે એડ-હૉક CACને પસંદ કર્યા હતા તેમાં કપિલ દેવ, ગાયકવાડ અને રંગાસ્વામી જ શામેલ હતા. અધિકારીએ કહ્યું કે, ‘એ જોવાની જરૂર છે કે, રમનના કેસમાં જૈનનો શું નિર્ણય હોય છે, કારણ કે કોચ તરીકે તેમને પસંદ કરનારી એડ-હૉક સીએસીમાં આ જ ત્રણ સભ્યો હતા. ત્યાં સુધી કે, કોચના મામલામાં બે સભ્યોની પ્રશાસકોની સમિતિ (COA)પણ વિભાજિત હતી.’ મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિયેશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ કપિલ દેવ, શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડના વિરોધમાં અરજી કરી છે. આ સમિતિએ રવિ શાસ્ત્રીને ઓગસ્ટમાં મુખ્ય કોચ નિયુક્ત કર્યો હતો. ગુપ્તાએ કહ્યું છે કે બીસીસીઆઈના બંધારણ અનુસાર સીએસીનો કોઈ પણ સભ્ય ક્રિકેટમાં અન્ય કોઈ ભૂમિકા નિભાવી શકે નહીં. સીએસીના સભ્યો એક સાથે અનેક ભૂમિકાઓ ભજવી રહ્યા છે. ૧૯૮૩ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો સુકાની કપિલ દેવ સીએસીના મેમ્બર ઉપરાંત કોમેન્ટ્રી આપે છે, એક ફ્લડલાઇટ કંપનીનો માલિક છે અને ભારતીય ક્રિકેટર્સ ક્લબનો પણ મેમ્બર છે. અંશુમન ગાયકવાડ પણ એક એકેડેમીનો માલિક છે અને બીસીસીઆઈ માન્યતાપ્રાપ્ત સમિતિનો સભ્ય પણ છે. મહિલા ક્રિકેટ ટીમની સુકાની રહેલી શાંતા રંગાસ્વામી સીએસી ઉપરાંત આઈસીએમાં પણ મેમ્બર છે. CBIના એથિક્સ ઓફિસર ડી. કે. જૈન દ્વારા હિતોના ટકરાવની નોટિસ મળ્યા બાદ શાંતા રંગાસ્વામીએ ક્રિકેટ સલાહકાર સમિતિ અને ક્રિકેટર્સ સંઘમાં ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું છે. આ મુદ્દે રંગાસ્વામીએ કહ્યું હતું કે મારી પાસે બીજી યોજનાઓ છે અને તેથી એમાં આગળ વધવાનો મેં નિર્ણય લીધો છે. CACની બેઠક વર્ષમાં એકવાર કે બે વર્ષમાં એક વાર થાય છે. આથી મને હિતોના ટકરાવની વાત સમજમાં આવતી નથી. હાલની પરિસ્થિતિમાં મને લાગે છે કે ક્રિકેટ બોર્ડમાં કોઈ પણ પ્રશાસકીય ભૂમિકા માટે યોગ્ય ભૂતપૂર્વ ક્રિકેટર શોધવો મુશ્કેલ છે. ICAમાંથી તો હું ચૂંટણી પહેલાં રાજીનામું આપી દેત. રંગાસ્વામીએ રવિવારે સવારે તેમનું રાજીનામું પ્રશાસકોની સમિતિને અને BCCIના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરીને ઈમેલ કરી દીધું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Embed widget