શોધખોળ કરો
સહેવાગે ભારતની જીત બાદ કર્યું આ ટ્વિટ, નારાજ રવિન્દ્ર જાડેજાએ આ રીતે આપ્યો જવાબ?
બોલરોમાં આર.અશ્વિન,મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
![સહેવાગે ભારતની જીત બાદ કર્યું આ ટ્વિટ, નારાજ રવિન્દ્ર જાડેજાએ આ રીતે આપ્યો જવાબ? Ravindra Jadeja shares fan's tweet criticising Virender Sehwag સહેવાગે ભારતની જીત બાદ કર્યું આ ટ્વિટ, નારાજ રવિન્દ્ર જાડેજાએ આ રીતે આપ્યો જવાબ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/07203046/4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતે દક્ષિણ આફ્રિકાને વિશાખાપટ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 203 રને હાર આપીને ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં બેટ્સમેનો અને બોલરોએ ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. બેટ્સમેનોમાં રોહિત શર્મા, મયંક અગ્રવાલે શાનદાર ઇનિંગ રમી હતી જેની મદદથી ભારતે પ્રથમ અને બીજી ઇનિંગમાં મોટો સ્કોર બનાવ્યો હતો. બાદમાં બોલરોમાં આર.અશ્વિન,મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સાઉથ આફ્રિકા પર ભારતની જીત બાદ પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના વખાણ કર્યા હતા અને એક ટ્વિટ કર્યુ હતું પરંતુ જાડેજાને સહેવાગનું આ ટ્વિટ પસંદ આવ્યું નથી.વિરેન્દ્ર સહેવાગે પોતાના ટ્વિટમાં લખ્યું કે, રોહિત શર્મા માટે શાનદાર મેચ, ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતા સપના જેવી શરૂઆત. તેને સારી શુભકામના. ભારતની આ શાનદાર જીત રહી અને મયંક, શમી, અશ્વિન, પૂજારાએ યોગદાન મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.Fantastic test match for @ImRo45 , a dream beginning to opening the batting in Test cricket. Wish him the very best. That was a convincing win for India with some great contributions from Mayank, Shami, Ashwin , Pujara . #IndvSA
— Virender Sehwag (@virendersehwag) October 6, 2019
સહેવાગનું આ ટ્વિટ એક ફેનને પસંદ આવ્યું નથી. આ ફેનને સહેવાગે ટ્વિટ કરતા લખ્યું કે, વિરેન્દ્ર સહેવાગ શું તમને ટીવીમાં રવિન્દ્ર જાડેજાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગનું પરફોર્મન્સ પસંદ આવ્યું નથી. અથવા તો પછી સૂઇ ગયા હતા.? પરંતુ તમામના આશ્વર્ય વચ્ચે રવિન્દ્ર જાડેજાએ આ ફેનને ટ્વિટને રિટ્વિટ કર્યું હતું. સહેવાગ પોતાના ટ્વિટમાં જાડેજાનું નામ લેવાનું ભૂલી ગયા હતા. નોંધનીય છે કે જાડેજાએ આ મેચની પ્રથમ ઇનિંગમાં 30 તો બીજી ઇનિંગમાં 40 રન બનાવ્યા હતા. જ્યારે આ મેચમાં જાડેજાએ કુલ 6 વિકેટ ઝડપી હતી.@virendersehwag kya aapke TV me @imjadeja ki #batting, #bowling aur #fielding ka performance nahi dikha??? Ya phir so gaye the???
— Binit Patel (@binitpatel2805) October 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)