![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hockey Full Squad: આવી છે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ, જાણો કૉચથી લઇને કેપ્ટન-ખેલાડીઓ વિશેની ડિટેલ્સ...
એકબાજુ હરમન પ્રીત સિંહની ટીમ છે, તો બીજી બાજુ નિક વૂડ્સની ટીમ છે. બન્ને ટીમોમાં જે ટીમ જીતશે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે
![Hockey Full Squad: આવી છે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ, જાણો કૉચથી લઇને કેપ્ટન-ખેલાડીઓ વિશેની ડિટેલ્સ... read full squad of both teams India and New Zealand in this Hockey World Cup 2023 Hockey Full Squad: આવી છે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ, જાણો કૉચથી લઇને કેપ્ટન-ખેલાડીઓ વિશેની ડિટેલ્સ...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/22/65e37f964f8fd01ebfe279c1c8ba26af167436888104977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs New Zealand Full Squad: ભારતના ઓડિશામાં અત્યારે હૉકી વર્લ્ડકપની 15મી એડિશન રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની તમામ ગૃપ મેચો પુરી થઇ ચૂકી છે, અને ચાર ગૃપમાંથી ચાર ટૉપની ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે, જ્યારે બાકીની ચારી ટીમો માટે આજથી ક્રૉસઓવર મેચો શરૂ થઇ રહી છે, આજે ભારતીય ટીમ પણ પોતાની ક્રૉસઓવર મેચ રમવા માટે ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. આજે ભારતીય પુરુષ હૉકી ટીમ ડુ ઓર ડાઇ મેચમાં ભુવનેશ્વરના કલિંગા મેદાનમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આજે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ક્રૉસઓવર મેચ સાંજે રમાશે.
એકબાજુ હરમન પ્રીત સિંહની ટીમ છે, તો બીજી બાજુ નિક વૂડ્સની ટીમ છે. બન્ને ટીમોમાં જે ટીમ જીતશે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે અને ત્યાં તેની ટક્કર હાલની ચેમ્પીયન ટીમ બેલ્જિયમ સામે થશે. જોકે, આજની આ મેચને જીતીને હરમનપ્રીત સિંહ એન્ડ કંપની આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની અંતિમ 8માં જગ્યા બનાવી શકે છે. આ પહેલા અહીં જાણી લો બન્ને ટીમોની કેવી છે ફૂલ સ્ક્વૉડ, કયા કયા ખેલાડીઓ છે ટીમમાં......
હૉકી વર્લ્ડકપ 2023, બન્ને ટીમોની આવી છે ફૂલ સ્કવૉડ -
ભારતીય હૉકીની ફૂલ સ્ક્વૉડ -
પીઆર શ્રીજેશ, ક્રિષ્ણા પાઠક, જરમન પ્રીત સિંહ, સુંદર કુમાર, હરમન પ્રીત સિંહ (કેપ્ટન), વરુણ કુમાર, અમિત રોહિદાસ (વાઇક કેપ્ટન), નીલમ સંદીપ એક્સ, મનપ્રીતિ સિંહ, રાજકુમાર પાલ, નીલકાન્તા શર્મા, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાગ, આકાશદીપ સિંહ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, અભિષેક, સુખજીત સિંહ.
હેડ કૉચ - ગ્રાહમ રેઇડ
ન્યૂઝીલેન્ડ હૉકીની ફૂલ સ્ક્વૉડ -
ડૉમ ડિક્સૉન (ગૉલકીપર), ડેન લેટ, સિમૉન ચાઇલ્ડ, નિક રૉસ, સેમ હિહા, કિમ કિંગસ્ટન, જેક સ્મિથ, સેમ લેન, સિમૉન યૉરસ્ટૉન, એઇડન સરીકાયા, નિક વૂડ્સ (કેપ્ટન), જૉ મૉરિસન, લિયૉન હેયવર્ડ (ગૉલકીપર), કેન રસેલ, બ્લાયર ટેરાન્ટ, સીન ફિન્ડલે, હેડન ફિલિપ્સ, ચાર્લી મૉરિસન.
હેડ કૉચ - ગ્રેગ નિકૉલ
ભારતીય ટીમનો સફર કેવો રહ્યો આ વર્લ્ડકપમાં -
ભારતીય ટીમ માટે આ હૉકી વર્લ્ડકપ અત્યાર સુધી શાનદાર રહ્યો છે. તેને પોતાની પહેલી મેચમાં સ્પેન વિરુદ્ધ 2-0 થી મેચ જીતી, આ પછી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની મેચ 0-0 થી ડ્રૉ રહી હતી. ત્રીજી મેચમાં ભારતે વેલ્સને 4-2 થી હરાવ્યુ હતુ. તે 7 પૉઇન્ટની સાતે પોતાના પૂલ ડીમાં બીજા નંબર પર છે. ગૉલ અંતર ઓછા હોવાના કારણે તે પહેલુ સ્થાન હાંસલ નથી કરી શકી. વળી, ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડને પોતાના પૂલમાં નેધરલેન્ડ્સ અને મલેશિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. તેને એકમાત્ર ચિલી જેવી નબળી ટીમ વિરુદ્ધ જ જીત હાંસલ કરી છે. પોતાના પૂલમાં તે ત્રીજા નંબર પર રહી હતી.
અહીં લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ જુઓ -
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ ક્રૉસઓવર મેચ 22 જાન્યુઆરીએ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. જ્યારે મેચ ઓડિશાના કલિંગા સ્ટેડિયમ, ભુવનેશ્વરમાં રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ Star Sports First, Star Sports Select 2 SD અને Star Sports Select 2 HD પર કરવામાં આવશે. આ સિવાય ચાહકો Disney + Hotstar એપ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)