શોધખોળ કરો
Advertisement
સચિન તેંડુલકરે પુત્ર અર્જુનને આપ્યો ગુરુમંત્ર, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ક્રિકેટમાં ઉભરી રહેલા તેના પુત્ર અર્જુનને સોનેરી સલાહ આપી છે. સચિને તેને ગુરુમંત્ર આપતાં કહ્યું કે, દરેક સવારી ઉઠીને તમારી પાસે લક્ષ્યનો પીછો કરવાનું કારણ હોવું જોઈએ, પછી ગમે તેવી સ્થિતિ પણ કેમ ન હોય. ડાબોડી ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકરે મુંબઈ અંડર-19નું પ્રતિનિધિત્વ કર્યા બાદ ભારતની અંડર-19 માટે બે ટેસ્ટ મેચ રમી છે.
અર્જુને મોકાનો ઉઠાવવો પડશે ફાયદો
અર્જુન તેંડુલકરT20 મુંબઈની બીજા સેશનની હરાજી માટે ઉપલબ્ધ હશે. સીનિયર સ્તર પર આ તેની પ્રથમ ટુર્નામેન્ટ હશે. સચિનને જ્યારે પૂછવામાં આવ્યું કે, સીનિયર સ્તર પર કરિયર શરૂ કરવાની આ યોગ્ય રીત હશે તો તેણે કહ્યું કે, આ એવો મોકો છે જેનો અર્જુને ફાયદો ઉઠાવવો પડશે.
અર્જુનને નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવાની જરૂર નથી
સચિનન કહેવા મુજબ, આ એવો મંચ છે જ્યા મને લાગે છે કે તમારા પર અને તમારી રમત પર બધાની નજર હોય છે. અહીંયો જો તમે સારો દેખાવ કરશો તો તમે વિશ્વના શિખર પર હશો. સચિન માને છે કે જો અર્જુનને સફળતા નહીં મળે તો તેના મોકા ખતમ નહીં થાય. તેનાથી તે વધારે મજબૂત બનશે.
તમારી પાસે દરેક સવારે સપના પાછળ ભાગવાનું કારણ હોવું જોઈએ
અર્જુન માટે ક્રિકેટને લઈ ઝનૂન બની રહે અને તે આ રમતને પ્રેમ કરતો રહે તે ખૂબ જરૂરી છે. આ દરમિયાન સારો અને ખરાબ સમય પણ આવશે. તમારી પાસે દરેક સવારે સપના પાછળ ભાગવાનું કારણ હોવું જોઈએ.
અમદાવાદમાં હાર્દિક પટેલની વિરોધમાં લાગ્યા પોસ્ટર, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement