પાકિસ્તાનના આ સ્ટાર ક્રિકેટરે 14 વર્ષની છોકરી સાથે માણ્યું શરીર સુખ, ફ્રેન્ડને આપ્યો નંબર તો ફ્રેન્ડે પણ.....
આ ફરિયાદ ઈસ્લામાબાદમાં નોંધવામાં નોંધાઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યાસિર શાહના મિત્ર ફરહાન વિરુદ્ધ પણ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.
ઇસ્લામાબાદઃ વધુ એક ક્રિકેટર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. આ વખતે ભારતના કટ્ટર પ્રતિદ્વન્દ્વી પાકિસ્તાનમાંથી આ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને લેગ સ્પિનર યાસિર શાહ મુશ્કેલીમાં ફસાયો છે. યાસિર શાહ પર એક 14 વર્ષની છોકરીએ દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો છે, અને આ ફરિયાદ ઈસ્લામાબાદમાં નોંધવામાં નોંધાઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યાસિર શાહના મિત્ર ફરહાન વિરુદ્ધ પણ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.
યાસિર શાહ પર આરોપ લગાવતી એફઆઇઆરમાં છોકરી જણાવ્યુ છે કે, -યાસિર શાહે 18 વર્ષ સુધી ખર્ચ ઉઠાવવાનું કહ્યું હતું, યુવતીએ FIRમાં ફરિયાદ કરી છે કે "યાસિરના મિત્ર ફરહાને ગન પોઈન્ટ પર મારી સાથે બળાત્કાર કર્યો હતો અને ફિલ્મ પણ ઉતારી હતી. ત્યાર પછી તેણે આની સહાયથી મારા પર સતત ટોર્ચર કર્યું હતું. જ્યારે મેં આ અંગે યાસિર સરને વ્હોટ્સએપ પર ફરિયાદ કરી તો તેણે મારી મજાક ઉડાવી અને મને કહેવાનું શરૂ કર્યું કે મને પણ સગીર છોકરીઓ પસંદ છે.
છોકરીએ વધુમાં કહ્યું કે, યાસિર શાહ કહેતો હતો કે હું ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છું, મોટા અધિકારીઓને ઓળખું છું. યાસિર અને ફરહાન સગીર છોકરીઓ પર બળાત્કાર કરે છે અને તેનો વીડિયો બનાવે છે. તેણે મને વચન આપ્યું હતું કે તે મારા માટે એક ફ્લેટ ખરીદશે અને આગામી 18 વર્ષ સુધી મારો ખર્ચ ઉઠાવશે.
પાકિસ્તાની ટેસ્ટ ટીમમાં યાસિર શાહ મુખ્ય લેગ સ્પીનર તરીકે સામેલ છે. તેને અત્યાર સુધી 46 ટેસ્ટ રમી છે, જેમાં 31.09ની એવરેજથી કુલ 235 વિકેટ ઝડપી છે, એટલુ જ નહીં તેના નામે એક ટેસ્ટ સદી પણ છે.
આ પણ વાંચો........
ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત