Ambalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યભરમાં હાલ નવરાત્રીનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બને તેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7થી 12 ઓક્ટોબર વચ્ચે હળવા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં આજથી વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. 16થી 22 ઓક્ટો. વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં ભેજના કારણે મ.ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા તેમજ સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે.
ચોમાસુ ગુજરાતના અનેક વિસ્તારમાંથી હાલ વિદાય લઇ રહ્યું છે. જો કે પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગના હાલના મોડલ મુજબ 7થી 8 ઓક્ટોબરની આસપાસ ગુજરાતમાં ફરી વરસાદ વરસી શકે છે. આ સમય દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા ઓછી પરંતુ 7થી 8 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. લક્ષદિપમાં એક સિસ્ટમ બની રહી છે પરંતુ મજૂબત બને તેવી શક્યતા નથી. આ સિસ્ટમ આગળ વધશે તો ફરી ગુજરાતમાં વરસાદથી શકયતા પ્રબળ બની શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો મુંબઇ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વરસાદ વરસી શકે છે.