"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
આ વ્યક્તિને વિશ્વભરમાં લોકો જાણે છે. તેમની લોકપ્રિયતા એટલી છે કે તેમની સાથે જોડાયેલા દરેક સમાચાર હેડલાઇન્સમાં આવી જાય છે. જોકે, તેમણે એક સુપરસ્ટારનું નામ લેતા કેટલાક આશ્ચર્યજનક ખુલાસા કર્યા.
વિશ્વના સૌથી મોટા અભિનેતાઓની યાદીમાં સામેલ બ્રેડ પિટનું કરિયર નિઃશંકપણે ખૂબ સફળ રહ્યું છે, પરંતુ તેમની અંગત જિંદગી અને સંબંધોની વાતો માટે પણ તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે. ફ્રેન્ડ્સ અભિનેત્રી જેનિફર એનિસ્ટન અને એન્જેલિના જોલી તેમની પૂર્વ પત્નીઓ છે. આ બંનેથી છૂટાછેડા દરમિયાન પણ તેઓ હેડલાઇન્સમાં રહ્યા.
જોકે, અમે આજે તમને તેમની સાથે જોડાયેલી એક અલગ જ વાત કહેવા જઈ રહ્યા છીએ. ખરેખર જ્યારે તેઓ અભિનય ક્ષેત્રમાં નવા જ આવ્યા હતા ત્યારે તેમને કથિત રીતે માઇક ટાયસનની પૂર્વ પત્ની અને હોલિવુડ અભિનેત્રી રોબિન ગિવેન્સ સાથે પકડવામાં આવ્યા હતા. આ વાત ખુદ માઇક ટાયસને શેર કરી હતી.
આખો મામલો શું હતો?
પ્રખ્યાત બોક્સર માઇક ટાયસન અને રોબિન ગિવેન્સે 1988માં લગ્ન કર્યા હતા, પરંતુ આ સંબંધ એક વર્ષ પણ ટક્યો નહીં અને બંનેએ છૂટાછેડા લઈ લીધા. ત્યારે બંને પક્ષો તરફથી એકબીજા પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા.
વર્ષો પછી, ટાયસને તેમની આત્મકથા 'અનડિસ્પ્યુટેડ ટ્રુથ'માં એક ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ બંને પરણેલા હતા ત્યારે ગિવેન્સના બ્રેડ પિટ સાથે સંબંધો હતા. જોકે, અભિનેત્રીએ આ દાવાઓને નકારી કાઢ્યા હતા.
View this post on Instagram
'બેડ પર પૂર્વ પત્નીને બ્રેડ પિટ સાથે પકડી હતી'
બોક્સરે જણાવ્યું હતું કે તેમણે ગિવેન્સને બ્રેડ પિટ સાથે કારમાં જોઈ હતી. તેમણે આ ઉપરાંત એમ પણ કહ્યું હતું કે તેમણે ગિવેન્સ અને બ્રેડ પિટને એક સાથે બેડ પર પણ પકડ્યા હતા. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ત્યારે પિટે મને વિનંતી કરી હતી કે હું તેમને ઈજા ન પહોંચાડું. ટાયસને શેર કર્યું કે પિટ મને કહી રહ્યો હતો કે - "યાર મને મારશો નહીં." ટાયસને આગળ એમ પણ કહ્યું, "પિટના ચહેરાના હાવભાવ એવા હતા જાણે તેની અંતિમવિધિ થવાની છે. આ ઉપરાંત, તે નશામાં પણ દેખાઈ રહ્યો હતો."
પછીથી, ટાયસને 'ઇન ડેપ્થ વિથ ગ્રાહમ બેન્સિંગર' ટીવી શોમાં જણાવ્યું હતું કે જ્યારે તેમણે ગિવેન્સ અને બ્રેડ પિટને બેડમાં પકડ્યા ત્યારે તેઓ ગુસ્સામાં આગબબૂલા થઈ ગયા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમનો છૂટાછેડો થવાના હતા, પરંતુ તેમ છતાં તેઓ દરરોજ શારીરિક સંબંધ માટે ગિવેન્સના ઘરે જતા હતા. પરંતુ તે દિવસે એવું લાગ્યું જાણે કોઈએ મને મુક્કો મારી દીધો હોય. મને લાગે છે કે બ્રેડ મારા કરતાં પહેલાં ત્યાં પહોંચી ગયો હતો.
View this post on Instagram
ગિવેન્સે આરોપોને ખોટા ગણાવ્યા હતા
ટાયસનના દાવાઓને તેમની પૂર્વ પત્ની ગિવેન્સે ખોટા ગણાવ્યા હતા. તેમણે ટીવી શો 'વોચ વોટ હેપન્સ લાઇવ વિથ એન્ડી કોહેન'માં જણાવ્યું હતું, "મેં ટાયસનનું પુસ્તક વાંચ્યું નથી. તેમની કાર વાળી વાત સાચી છે. પરંતુ એ વાત ખોટી છે કે તેમણે મને અને પિટને બેડમાં પકડ્યા હતા. આવું ક્યારેય થયું નથી."
તેમણે આગળ એમ પણ કહ્યું કે તેઓ અને બ્રેડ પિટ કોઈ સ્ક્રીનિંગ કે અન્ય કામ પછી સાથે કારમાં પાછા ફરી રહ્યા હતા. આ ઉપરાંત, બ્રેડ પિટના માઇક ટાયસનને ન મારવાની વિનંતી કરવાની વાત પર તેમણે હસતાં હસતાં એમ પણ કહ્યું હતું કે એવું નથી લાગતું કે તેઓ બ્રેડ પિટની વાત કરી રહ્યા છે. તેમનો પોતાનો સ્વૈગ છે. આવું ક્યારેય થઈ જ ન શકે. જોકે, પિટ અને ગિવેન્સે થોડો સમય ડેટિંગ જરૂર કર્યું હતું, પરંતુ અભિનેત્રીએ છેતરપિંડી વાળી વાતને નકારી કાઢી હતી.
આ પણ વાંચોઃ